તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Sanjeli
  • ચમારીયા આંગણવાડી કેન્દ્રની ભરતી ડોક્યુમેન્ટ તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

ચમારીયા આંગણવાડી કેન્દ્રની ભરતી ડોક્યુમેન્ટ તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજેલી તાલુકામાં 145 જેટલી આગણવાડી કેન્દ્ર કાર્યરત છે. તે પૈકી સંજેલી તાલુકાના ચમારીયા ગામના નાળ ફળીયામાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં વર્ષ 2004માં ICDS શાખા દ્વારા કાર્યકરની ભરતીની જાહેરાત કરી ભરતી કરવામાં હતી. જેમાં કંચનબેન કાનસીંગભાઇ સેલોત, મંજુલાબેન નીલેશભાઇ મકવાણા કાર્યકરની ભરતીમાં ઉમેદવારી કરી હતી. જેમાં કંચનબેન કાનસીંગભાઇ સેલોતના આધાર પુરાવાની તપાસ કરતા મેરીટમાં પ્રથમ નંબર આવ્યા હતો.

તેમ છતાં જીલ્લા પ્રોગ્રામ ઓફીસરની સિલેકશન કમીટી દ્વારા એક બીજાને મેળાપણા કરી સરકારના પરીપત્રને ઘોળીને પી જઇ ખોટી મેરીટમાં બીજા નંબરમાં આવનારી મંજુલાબેન નીલેશભાઇ મકવાણાને આર્ડર આપી દેવામાં આવ્યો હતો. કંચનબેન સાથે ગેરરીતી થઇ હોવાની વારંવાર રજુઆત કર્યા છતા પણ મગનુ નામ મરી ના પાડતા કંટાળેલા કંજનબેન ગુજરાત હાકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સ્પેશ્યલ સીવિલ એપ્લીકેશન 11922/2004 કેસ બોર્ડ પર આવતા કેસના ...અનુ. પાન નં. 2

તલાટીએ ખોટો પંચક્યાસ કર્યો છે
મંજુલાબેન વર્ષ 2001થી મંદિર ફળીયા રહે છે. જેમના મકાનની આકારણી ચૂટણી કાર્ડ રેશન કાર્ડમાં ત્યાનું એડ્રસ છે. જે લગભગ આંગણવાડી કેન્દ્રથી લગભગ 1950 મીટર જેટલો અંતર છે. આધાર પુરાવા હોવા છતાં અંતરનો દાખલો અધિકારીએ માગતા તલાટી દ્વારા ખોટા પંચક્યાસ કરી 470 મીટર જેટલું મકાનનું અંતર હોવાનું દાખલો લખી આપેલ છે. અધિકારી દ્વારા સ્થળ પર આવી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરેે તે જરૂરી છે.કંચનબેન કાનસીંગ સેલોત, ઉમેદવાર

પંચક્યાસ કરી દાખલો લખ્યો
ભુરાભાઇ મનજીભાઇ મકવાણાના વર્ષ 2003/04માં આંગણવાડી કેન્દ્રતી લગભગ 470 મીટર જેટલુ હતું. જે પંચોની રૂબરૂ પંચક્યાસ કરી દાખલો લખી આપવામાં આવ્યો છે. લાલાભાઇ ભુરાભાઇ મકવાણાની વર્ષ 2001થી મંદીર ફળીયામાં આકારણીએ મકાન ધરાવે છે.વી.આર.રાઠોડ, તલાટી કમ મંત્રી ચમારીયા

કંઇ જાણતા નથી
નીલેશ લાલાભાઇ મકવાણાનું ઘર ખરેખર મંદિર ફળીયામાં આવેલ છે. તલાટી દ્વારા જે અંતરનો દાખલો આપવામાં આવ્યો છે. તે બાબતે અમે કંઇ જાણતા નથી.દિતાભાઇ સેલોત, સરપંચ ચમારીયા

અન્ય સમાચારો પણ છે...