તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારીઆ સંજેલી રૂટ પર મેટ્રોલિંક બસ વધારવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારીઆથી સંજેલી વાયા પીપલોદ રંધીકપુર સીંગવડ રોડ પર એસટી બસોની ઓછી સગવડના કારણે સંજેલી પીછોડા આમલીઆ મલેકપુર સીંગવડ આસપાસના ગામડાના અનેક લોકોને અનેક મુશ્કેલી પડે છે. આ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ રંધીકપુર શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા આ‌તા હોય છે. લોકો રંધીકપુર અને સંજેલી તરફ પણ ખરીદી માટે આવે છે. પરંતુ આ રોડ પર વર્તમાન સમયે ખુબજ ઓછી બસ સેવાનો લાભ મળે છે. બારીઆથી વાયા રંધીકપુર સંજેલી સંતરામપુર સુધીની મેટ્રોલીક બસો મુકાય તો સારી આવક મળી શકે છે. સંજેલીથી અનેક વિદ્યાર્થીઓ રંધીકપુર ખાતે એસ.આર.ભાભોર કોલેજમાં જાય છે. પરંતુ વિદ્યાર્થીઓને આવતા જતા ખુબજ મુશ્કેલી પડે છે. આ કોલેજ પર બસ સ્ટોપ આપીને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે એસ.ટી. નિયામક ગોધરા યોગ્ય ધ્યાન આપે તેવી વ્યાપક માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો