સંજેલી તાલુકામાં એકલવ્યના પરીક્ષાર્થીઓ માટે તાલીમ વર્ગ યોજવામાં આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં આદિજાતિ બાળકોએ એકલવ્યના ફોર્મ ભર્યા હોય અને પરીક્ષા આપવાના હોય તેવા વિદ્યાર્થીઓને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગનાં સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા પદ્ધતિ વિશેની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ સાથે ઉતીર્ણ થાય તેવા હેતુસર તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રનાં માળખાં મુજબ સમજ આપવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓ આપે અને પરીક્ષામાં સારા ગુણ મેળવે એવી આશા વ્યક્ત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...