તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Women Dead In Accident Between Scorpio And Tempo At Godhara

ગોધરાના ગઢ ગામે સ્ર્કોપિ‌યો-ટેમ્પો ભટકાતા મહિ‌લાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંગરડીથી વડોદરા જતાં સોની પરિવારને અકસ્માત નડયો
- અન્ય ત્રણને ઇજા પહોંચતાં તમામને દવાખાને ખસેડાયાં


ગરબાડા ગાંગરડી ગામેથી વડોદરા દવાખાને જતા સોની પરિવારને ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામ પાસે ગમ્ખવાર અકસ્માત નડયો હતો. જેના કારણે સ્ર્કોપિ‌યો કાર બસની પાછળ ભટકાયા બાદ ટેમ્પા સાથે અથડાઇ હતી. જેથી ગાડીમાં બેઠેલા વૃદ્વાનું કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે ત્રણ વ્યકિતીને ઇજા પહોંચતા જરૂરી સારવાર આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ગોધરા તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિ‌તી મુજબ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના મેઇન બજારમાં રહેતા જયઆનંદ હરીશકુમાર સોની પોતાની દાદી ગંગાબેન ગીરીશચંદ્ર સોની (ઉવ.૬૦)ની તબીયત ખરાબ હોવાથી વડોદરા દવાખાના માટે લઇ જતા હતા. તેઓની સાથે કાકા ભુપેન્દ્રસિંહ ગીરીશસિંહ સોની, માતા જ્યોતિબેન સોની તથા બહેન ઐશ્વર્યા પણ સાથે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ગોધરા તાલુકાના ગઢ ચૂંદડી ગામ પાસેથી પસાર થતા હતા.

ત્યારે સ્ર્કોપિ‌યો ગાડીના ચાલક જયઆનંદ સોનીએ આગળ ચાલતી એસટી બસને ઓવર ટેક કરતા હતા. અચાનક એસટી બસના પાછળ સાઇડના ભાગે અથડાઇ હતી. જેના કારણે ગાડીના ચાલકે સામેથી આવતા ટેમ્પોના ભાગે ભટકાઇ હતી. જેના કારણે અંદર બેઠેલાઓને ઇજા પહોંચી હતી. તેઓએ બુમરાણ મચાવતા આસપાસના લોકો તથા અન્ય ગાડીના ચાલકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલીક સારવાર માટે ૧૦૮ એમ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં ગંગાબેન સોની, ચાલક જયઆનંદ સોની સહિ‌ત ચારનો સમાવેશ થાય છે. જે પૈકી ગંભીર રીતે ઇજા પહોંચેલા ગંગાબેનનું ટુકી સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. બીજી તરફ બનાવ સંદર્ભે ગોધરા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.