• Gujarati News
  • Urbanization In The Sewers Of Dahod Privation Manek Chowk Area

દાહોદના માણેક ચોક વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગટર ઉભરાવાનાં કારણે આખુ બજાર ગંદા પાણીથી ખદબદી ઉઠે છે)
- દાહોદના માણેક ચોક વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી
- જુની ગટર ચોક અપ થતા ગટરના ગંદા પાણી રસ્તે રેલાતા રાહદારીઓ પણ પરેશાન
દાહોદ : દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ભુગર્ભ ગટર યોજનાના કારણે લોકો ત્રાહિમામ છે. ત્યારે શહેરના માણેક ચોકમાં પાછલા કેટલાંય સમયથી મસ મોટી ગટરના પાણી ઉભરાઇ રસ્તા ઉપર આવી જતા ફેલાતા કાદવ કિચડથી વેપારીઓ પરેશાન બન્યા છે. આ બાબતે સ્થાનિકોએ કાઉન્સીલરોને રજૂઆત કર્યા છતા પરિણામ મળતુ નથી.આ વ્યવસ્થામાં સુધારો કરવો ખુબજ જરૂરી બાબત બની છે.દાહોદ શહેરમાં એક સમસ્યાનો અંત આવે ત્યા બીજી ઉભી થાય છે.
શહેરમાં પાછલા કેટલાંય મહિનાઓથી ચાલતી ભુગર્ભ ગટર યોજનાની કામગીરીના કારણે વિવિધ વિસ્તારના લોકો પરેશાન છે. તેમાંય ગોદી રોડ અને પંકજ સોસાયટીમાં હાલમાં કરવામાં આવેલા ખેોદકામના કારણે રસ્તાઓ જ બંધ કરી દેવાતા અહિયા રહેતા લોકોને આવવુ જવુ કઇ રીતે તે પ્રશ્ન થઇ પડ્યો છે. તો રાત્રી દરમિયાન પોતાના વાહનો ક્યા મુકવા તે પણ મુસીબત થઇ પડી છે.
ત્યારે શહેરના હાર્દ સમા અને આખા દિવસ દરમિયાન વાહનોની ભારે અવર જવરથી છલકાતા માણેક ચોક વિસ્તારમાં પાછલા કેટલાંય સમયથી મોટી ગટર બ્લોક થતા ગટરના પાણી છલકાતા રસ્તા ઉપર રેલાય છે. તેના કારણે આવતા જતા વાહન ચાલકો તેમજ મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ખાસ કરીને વેપારીઓ ભારે પરેશાન છે. પાલિકા ધ્વારા રસ્તાનુ ખોદકામ કરી અને નવી પાઇફ લાઇન નાખી અને ગટરના ગંદા પાણીનો વ્યય થઇ રહ્યો છે.