હાલોલમાં બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચરવાની કોશિશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસવીરો પ્રતિકાત્મક)
- હાલોલમાં બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચરવાની કોશિશ
- કારમાં બેઠેલી 5 વર્ષની બાળકીની એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો
- લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપતાં પોલીસે ધરપકડ કરી
હાલોલ : હાલોલમાં માત્ર પાંચ વર્ષની બાળકી સાથે કારમાં આધેડે દુષ્કર્મ કરવાની કોશિશ કરતાં તેને ઝડપી લીધો હતો. તેમજ મેથીપાક ચખાડી લોકોએ પોલીસને સોંપતાં પોલીસે ધરપકડ કરી છે.હાલોલમાં ભાડેથી કાર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો યુવક બપોરે ઘરે જમવા ગયો હતો. ત્યારે તેની દીકરીએ કારમાં બેસી ગીત સાંભળવાની જીદ કરી હતી. આથી દીકરીને કારની પાછળની સીટ પર બેસાડી ટેપરેકોર્ડર ચાલુ કરીને કારના દરવાજા ખુલ્લા રાખી ઘરમાં જમવા ગયો હતો.

ત્યારે આ જ વિસ્તારમાં રહેતો 53 વર્ષનો કનુ ઉર્ફ બુલબુલ ત્યાં આવી ચઢયો અને કારમાં એકલી બાળકીને જોતાં મનમાં વાસનાનો કીડો સળવળ્યો. પોતાની પૌત્રીની ઉંમરની દીકરીને પીંખી નાંખવાના ઇરાદે કારમાં બેસી તેણે બાળકી સાથે હરકતો કરી હતી. બાદ બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગભરાયેલી બાળકીએ રડવાનું ચાલુ કરતાં ઘરમાંથી તેના માતા પિતા, દાદા દાદી તેમજ પડોશીઓએ આવી નગ્ન હાલતમાં કનુને ઝડપી લીધો હતો.

લોકોએ મેથીપાક આપી પોલીસને જાણ કરતાં પોલીસે તેની ધરપકડ કરીને લોકપમાં ફિટ કરી દીધો હતો.
બાળાને વડોદરા ચકાસણી અર્થે ખસેડાઇ
ભોગ બનનાર બાળકીની હાલોલ સરકારી દવાખાનામાં પ્રાથમિક તપાસ કરાવી હતી. વધુ મેડિકલ ચકાસણી માટે લેડીઝ કોન્સ્ટેબલ સાથે વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી.
વાંચો આગળ, ફતેહપુરામાં પરણિતા પર રાજસ્થાની યુવકનું દુષ્કર્મ ...