તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-રેલી સ્વરૂપે રેલવે યાર્ડમાં પહોંચેલા વિહિપના કાર્યકરો દ્વારા શ્રદ્ધાસુમન
-૨૦૦૨માં અયોધ્યાથી પરત ફરતા રામભક્તોને જીવતા ભૂંજી નાખ્યા હતા
સાબરમતી ટ્રેન હત્યાકાંડની બારમી વરસી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જયશ્રી રામ નારા સાથે ગોધરા શહેરમાં સ્કૂટર રેલી યોજી હતી. બાદમાં રેલવે યાર્ડમાં રખાયેલા એસ.-૬ કોચ પાસે પહોંચી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળા અગાઉથી અહીં રેલવે તથા પંચમહાલ પોલીસ સહિત કાફલાએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ની ગોઝારી ઘટનામાં સાબરમતી એકસપ્રેસમાં અયોધ્યાથી પરત ફરેલા રામભક્તોને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા.
દર વર્ષે આજ સ્થળે રામભકતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તે મુજબ રામભકતોની ૧૨મી વરસી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામભકતોને શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો દ્વારા ગુરુવારની બપોરના સમયે ગોધરાના ચાંચરચોક પાસે કાર્યકર્તાઓ સહિત આગેવાનો એકઠા થયા હતા. દરમિયાન જયશ્રી રામના નારા સાથે યોજાયેલી સ્કૂટર રેલીમાં આશીત ભટ્ટ, શંભુપ્રસાદ શુકલ, જૈમિન શાસ્ત્રી, મિતેશ ઠાકોર, નિર્મિત દેસાઇ, દ.ગુ. પ્રાંત સંગઠન મંત્રી રોહિત સહિત અન્ય કાર્યકરો જોડાયા હતા.
રેલી સ્વરુપે આ તમામ ગોધરા રેલયાર્ડમાં રખાયેલ એસ-૬ કોચ નજીક પહોંચ્યા હતા. દરમિયાન આ સ્થળે ફોટા ઉપર ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ રામધૂન યોજવામાં આવી હતી. ખાસ કરીને રામ મંદિરના નિર્માણની વાત કરી હતી. જયાં અગાઉથી રેલવે પોલીસ અધિકારી તેમજ પંચમહાલ પોલીસના કાફલાએ એસ-૬ કોચ ફરતે પોલીસ બંદોબસ્ત રાખી કોચને દોરડા વડે ર્કોડન કરી રખાયો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.