ગોધરામાં ત્રણ સવારી સહિ‌તના વાહન ચાલકો પર તંત્રનો સપાટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દિવસ દરમિયાન ૨પ ઉપરાંત નાના મોટા વાહનચાલકો સામે કાર્યવાહી

ગોધરા શહેરમાં ટ્રાફિક પોલીસે વન-વે તથા ત્રણ સવારી સહિ‌તના વાહન ચાલકો ઉપર સપાટો બોલાવ્યો હતેા.ગુરુવારની સવારથી પોલીસે અલગ અલગ ટુકડી બનાવી વિવિધ વિસ્તારમાં ત્રાટકી હતી. મોડી સાંજ સુધી ચાલેલી કામગીરીમાં ૨પ ઉપરાંત વાહન ચાલકો પાસેથી સ્થળ પર દંડ વસૂલ કર્યો હતો. જેને
પગલે અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.ગોધરા શહેરના બસ સ્ટેન્ડ, પેટ્રોલપંપ, ભુરાવાવ જેવા વિસ્તાર નોપાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી આવા વિસ્તારમાં ખાનગી વાહન ચાલકોએ ખડકલો જમાવી દીધો હતો. જેને પગલે પોલીસે અલગ અલગ ટુકડી બનાવી ગુરુવારની સવારથી વિવિધ વિસ્તારમાં ઉતરી પડી હતી. એકાએક પોલીસ કાફલાને જોઇ નો-પાર્કિગ ઝોનમાં ખડકાયેલા વાહનોના ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. તેમજ વન-વેનો પણ કડક અમલ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરના બી.વી.ગાંધી પેટ્રોલ પંપ, એસ.ટી.સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર ચર્ચ સર્કલ જેવા વિસ્તારમાં પોલીસ ટીમ ઉતરી પડી હતી.
આ સિવાય જાહેર માર્ગ પર બેફકરાઇ તથા ગફલતભરી રીતે હંકારતા વાહન ચલાવતા ચાલકો, લાઇસન્સ વગર ચલાવતા ચાલકો આડેધડ પાર્કિગ કરાયેલા વાહન ચાલકો પાસેથી પોલીસે સ્થળ પર દંડ વસૂલ કર્યો હતો. દિવસ દરમિયાન ચાલેલા અભિયાનના ભાગરૂપે પોલીસે નાના મોટા વાહનો મળી ૨પ ઉપરાંત વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.