ચોરીના ૩૬ લાખના મુદ્દામાલ સાથે ૧ ઝડપાયો, એક જ દિવસમાં અનેક ગુના ઉકેલાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તાટપત્રી ગેંગનાં સભ્ય પાસેથી ઝડપાયેલા મુદામાલ)
- કાર્યવાહી: ગોધરાના નંદાપુરા ફાટક પાસે એલસીબીનો સપાટો : ઝડપાયેલ શખ્સ તાટપત્રી ગેંગનો સભ્ય
- પોલીસે મધ્ય પ્રદેશની બે ચોરીના ભેદ ઉકેલી કાઢયા
- ગેંગના અન્ય સભ્યોની ધરપકડના ચક્રો ગતિમાન
ગોધરા : ચોરીનો માલ ટ્રકમાં ભરી દાહેાદ થી ગોધરા આવતી હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે ગોધરાના નંદાપુરા ફાટક પાસેથી ટ્રક સાથે ચાલકને ઝડપી પાડયો હતો. જેની પુછપરછ કરતા મધ્ય પ્રદેશની બે ચોરીના ભેદ ઉકેલવા ઉપરાંત તાટપત્રી ગેંગ હોવાનુ બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. હાલ ૩૬ લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક રાઘવેન્દ્ર વત્સ દ્વારા જિલ્લામાં વણ શોધાયેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

તેઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ બી.વી.ગોહીલ તથા પોસઇ એચ.બી.ઝાલા તથા સ્ટાફના માણસો દ્વારા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ચોરીનો માલ એલપી ટ્રકમાં ભરી દાહોદથી ગોધરા તરફ આવતી હોવાની હકીકત મળી હતી. જેના આધારે ગત તા.૨૧ ઓગસ્ટના રેાજ ગોધરા તાલુકાના નંદાપુરા ફાટક પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન ટ્રકમાં ભરેલ ચોરીના માલ તથા ટ્રક ચાલક મોહસીન મહંમદહનીફ ટીલડી (રહે. ગોધરા)ને સ્થળ ઉપર ઝડપી પાડયો હતો. જેની પ્રાથમિક પુછપરછમાં ગોધરાના તાટપત્રી ગેંગના મુખ્ય સુત્રધાર સાજીદ ઇલ્યાસ ભમેડી(રહે. ગોધરા) તેની ગેંગ મારફતે એમપી રાજયમાં ટ્રક મોકલી હતી.

અન્ય સરસામાનનો ભરેલી ટ્રકની તાટપત્રી કાપી તેમાં ભરેલા માલસામનની ચોરી કરી હતી. તે ચોરીનો માલ એલપી ટ્રકમાં ભરી દાહેાદથી ગોધરા તરફ આવતા ઝડપાઇ ગયા હતા. ત્યાર બાદ ટ્રકમાં તપાસ કરતા કાપડના તાકા તથા ડ્રેશ, ચાદરો, ટુવાલ વગેરે મળી કુલ ૩૦ ગાંસડી તથા ઇલોવીરા ક્રીમ ભરેલ બોકસ નંગ ૧૦૩, હેન્ડ એન્ડ વોશના બોકસ ૨૨, નીડલ ભરેલ બોકસ ૨પ મળી રૂા.૩૧,૩૬,૭૭પ માલ મળી આવ્યો હતો. તેની પાસે મુદ્દામાલ અંગે આધાર પુરાવા માંગતા શંકાસ્પદ હોવાનુ બહાર આવ્યુ હતું. તેમજ ટ્રક કિ.પ લાખ મળી કુલ ૩૬,૩૭,૮૪પનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.