દાહોદમાં પાઠયપુસ્તકના મુદ્દે વાલીઓ દ્વિધામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દાહોદમાં ધોરણ છથી આઠના પુસ્તકો બદલાશે કે કેમ ? વાલીઓ અસમંજસમાં
- અંગ્રેજી માધ્યમની શાળાએ ધો.૮ના પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કર્યુ


દાહોદ શહેરમાં ધોરણ ૬ થી ૮ના પુસ્તકોને લઇને દ્કિધાનું વાતાવરણ સર્જાયુ છે. કારણ કે ગુજરાતી માધ્યમના પુસ્તકો બદલાવાના ન હોવા છતાં હાલમાં તેનું વેચાણ બંધ છે. ત્યારે અંગ્રેજી માધ્યમની કેટલીક શાળામાં ધો. ૮ના પુસ્તકોનું વિના મુલ્યે વિતરણ કરાયુ છે. પણ તે અભ્યાસ ક્રમ બદલાવાનો હોવાની ચર્ચાથી અસમંજસનું વાતાવરણ ફેલાયુ છે.

હાલમાં આગામી શૈક્ષણિક સત્રની તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે જેને સરકારે અપર પ્રાયમરી નામ આપ્યુ છે તે ધોરણ ૬ થી ૮ના આગામી સત્રના પાઠય પુસ્તકોનો વિક્રેતાઓ અને સરકાર વચ્ચેનો વિવાદ વકરતાં દાહોદ જીલ્લામાં પણ વાલીઓમાં ચિંતાનું વાતાવરણ ફેલાયુ છે. કારણ કે દાહોદની અંગ્રેજી માધ્યમની એક શાળામાં સરકારના નિયમ પ્રમાણે થોડા દિવસો પહેલાં જ ધોરણ ૮ના પાઠય પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ તે જુના ગત વર્ષના અભ્યાક્રમના પુસ્તકો હોવાનું કહેવાય છે.

બીજી તરફ ધોરણ ૮નો અંગ્રેજી માધ્યમનો અભ્યાસક્રમ બદલાવાની પુરે પુરી શક્યતા હોવાથી બજારમાં પુસ્તકો મળતાં નથી. હાલામાં જ વિવાદને કારણે આગામી ૧પ જૂન સુધી કોઇ પણ વિક્રેતા કોઇ પણ પાઠય પુસ્તકોનું વિતરણ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે ઉકેલ નહીં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કોઇ જથ્થો મંગાવ્યો જ નથી

સરકાર પહેલાં બે વર્ષ પહેલાં અભ્યાસક્રમ બદલવાની જાહેરાત કરતી હતી. આ વખતે કોઇ ચિત્ર સ્પષ્ટ નથી. ગયા વર્ષે પણ આવા જ કારણે લાખો રૂપિયાનું નુક્સાન વેઠવુ પડયુ હતુ. જેથી આ વખતે કોઇ જથ્થો મંગાવ્યો નથી.

રાકેશભાઇ જૈન, બુકસેલર

અગ્રેજી અભ્યાક્રમ બદલાઇ શકે છે.

ધોરણ ૬ થી ૮ના પાઠય પુસ્તકો સરકારી પ્રાથમિક શાળામાં આવ્યા નથી પરંતુ શાળા સત્ર પહેલાં અચૂક આવી જશે. આ ધોરણના ગુજરાતી અભ્યાક્રમ બદલાવાની શકયતા નથી કારણ કે ગયા વર્ષે બદલાઇ ચુક્યો છે.જ્યારે અંગ્રેજી માધ્યમનો અભ્યાત્રમ બદલાવાની શક્યતા છે

કે.યુ.હાડા, ઇન.ડીપીઇઓ