• Gujarati News
  • The Delay In The Appointment Of Anganwadi Workers Nutrition

સંતરાપુરની આંગ્ણવાડીમાં ન્યુટ્રીશન કાર્યકર્તાઓની નિમણુંકમાં વિલંબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- સંતરાપુરની આંગ્ણવાડીમાં ન્યુટ્રીશન કાર્યકર્તાઓની નિમણુંકમાં વિલંબ
- છેલ્લા 16માસનો સમય વિત્યાં બાદ નિમણુંક ન કરાતાં બેરોજગારોમાં રોષ
- કેન્દ્ર દીઠ નિમણુંકો કરવાની 2013માં યોજના જાહેર છતાં કાર્યવાહી નહીં
ગોધરા : છેલ્લા 16 માસ ઉપરાંતનો સમય પસાર થવા છતાં આદિવાસી વિસ્તાર ધરાવતા સંતરામપુર તાલુકામાં આંગણવાડીમાં ન્યુટ્રશીન કાર્યકર્તાઓની બરાબર નિમણુંક નહી કરવામાં આવતા બેરોજગારોમાં નારાજગી સાથે ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. બીજી તરફ બેરોજગારો પણ રોજગારી માટે નારાજગી અનુભવી રહ્યા છે.ગુજરાતમાં ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના બાળકોમાં પોષણનું સ્તર સુધારવા અને પોષણ અંગેની સેવાઓ સુદ્દઢ બનાવવા તેમજ સગર્ભા અને ધાત્રી મહિલાઓની સંભાળ અને પોષણ સલાહ ખુબ જ જરુરી જણાય છે.
જે સંદર્ભમાં સરકારના ઠરાવ નં.18/2013 સીડી-1 તા.26 ડીસેમ્બર 2012ના સંદર્ભમાં રાજય સરકાર અને ન્યુટ્રીશન કાઉન્સીલર વોલેન્ટરીયરની જરુર જણાતા ગુજરાતના ટોચના 15 હાઇબર્ડન જીલ્લામા નિમણુંક જરુરી ગણી છે. જેમાં નર્મદા, ખેડા, ડાંગ, ભરુચ, પોરબંદર, પંચમહાલ, નવસારી, આણંદ, સાબરકાંઠા વગેરે જીલ્લાના આંગણવાડી કેન્દ્ર દીઠ ન્યુટ્રીશન કાઉન્સીલર વોલેન્ટીયર પસંદગી કરવા નકકી કરાયેલ અને તે સંદર્ભમાં રોજયના મહીલા અને બાળ વિકાસ ગાંધીનગર વિભાગ દ્વારા તા.1 મે 2013ના રેાજ જરુરી ઠરાવો કરી.
આવી નિમણુંક કરવા બાબતનો પરીપત્ર જેતે જીલ્લા પ્રોગ્રામ ઓફીસર સંકલીત બાળ વિકાસ યોજનાને તા.15 જુલાઇ 2013ના પરીપત્રથી જાણ કરી છે.બાળકો, સર્ગભા અને ધાત્રી મહિલાઓમાં કુપોષણ દુર કરવા આ એનસીવીની નિમણુંકો આંગણવાડી કેન્દ્ર દીઠ કરવાની યોજના જાહેર 2013માં કરાઇ છે. જેને 16 માસ ઉપર સમય પસાર થઇ ગયો છતાં સંતરામપુર તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં હજુ સુધી એનસીવીની નિમણુંક સંકલીત બાળક વિકાસ દ્વારા નહી કરાતા આવી કુપોષણ દુર થાયને અંગે આંગણવાડીના બાળકોને લગતી પૂર્વ પ્રાથમિક શાળાની ગુણવતા અને પૂરક પોષણ પ્રવૃતિઓ સુધારવા અંગે ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદરુપ એવી આ એનસીવીની યોજના હજુ સુધી તંત્ર અને વિભાગની નિષ્કાળજી અને બેદરકારીને લીધે.


અમલમાં મુકાઇ શકી નથી. આ એનસીવીની નિમણુંક કરવાની જાહેરાત અને પરીપત્ર ગુજરાત સરકારના મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વરા તા.15 જુલાઇ 2013ના રેાજ મોકલ્યા છતા પરીપત્રનું અમલીકરણ થવુ કે નહી તેનુ મોનેટરીંગ બરાબર કરવામાં આવેલ નથી. તો તાકીદે નિમણ઼ક કરવામાં આવે તેવી લોકોની માગણી છે.