• Gujarati News
  • Tempo Is Suspected Mob Stormed With Weapons Taken From

હથિયારો સાથે ધસી આવેલું ટોળું શંકાસ્પદ ટેમ્પો લઇ રવાના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરવા તાલુકાના નાટાપુર ગામ પાસે શંકાસ્પદ પસાર થતા ટેમ્પોને પોલીસ દ્વારા રોકવાની કોશીષ કરી હતી. પરંતુ ચાલક ત્યાથી નાસી ગયા બાદ ૨૦ ઉપરાંત હુમલાખોરો મારક હથિયાર સાથે દોડી આવી પોલીસની બાઇકને નુકશાન પહોંચાડયુ હતું. . ત્યાર બાદ ટેમ્પો લઇને નાસી ગયા હતા. આ અંગે કોન્સ્ટેબલે ૨૦ ઉપરાંત સામે ફરિયાદ નોંધી પોલીસે એકની ધરપકડ કરી હતી.

મોરવા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ દલસુખરામ તથા અન્ય કર્મચારી ગત તા. ૧પ માર્ચના રોજ ફરજ ઉપર હાજર હતા. આ દરમિયાન શંકાસ્પદ એક ટેમ્પો ચાલક આવતો હતો. તે દરમિયાન પોલીસ કર્મચારી દ્વારા ટેમ્પોને રોકવાની કોશીષ કરવામાં આવતા ચાલક ટેમ્પો ભગાડી મુક્યો હતો. ત્યારબાદ નાટાપુર ગામે આવેલા મસ્જીદ પાછળ ક્યાંક ટેમ્પોને સંતાડી દીધો હતો. દરમિયાન કોન્સટેબલ તથા અન્ય કર્મચારી ત્યાં ટેમ્પાની તપાસ કરવા ગયા હતા.

આ વખતે ટેમ્પો ચાલક, ઇકબાલ સત્તાર બોદુ, યાકુબ દાઉદ બોદુ, દાઉદ ઇબ્રાહીમ બોદુ, સુલેમાન દાઉદ બોદુ, કાળુ સત્તાર બોદુ, મહંમદ ઉર્ફે ભટ્ટી ઇબ્રાહીમ ધાંચી, વાલાભાઇ ઇબ્રાહીમ સહિ‌ત અન્ય ૨૦ ઉપરાંત સ્ત્રી પુરૂષો ભેગા મળી મારક હથિયાર સાથે દોડી આવ્યા હતા. તેઓ મારક હથિયાર સાથે દોડી આવી બન્ને કર્મચારી સાથે મારામારી કરી ધક્કામુક્કી કરી હતી. આ વખતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ રોકવા જતા તેઓ ઉપર હુમલો કર્યો હતો.
ગેર કાયદેસર રીતે અટકાયત કરવાની સાથે સાથે સરકારી મોટર સાઇકલને નુકશાન પહોંચાડયુ હતુ. આ વખતે હુમલા ખોરો ટેમ્પો લઇને નાસી ગયા હતા. આ બનાવે ભારે ચકચાર જગાવી મુકી હતી. બીજી તરફ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ દલસુખરામે મોરવા પોલીસ મથકે ૨૦ ઉપરાંત હુમલાખોર સામે હુલ્લડ સહિ‌તની કલમ હેઠળ ગુનો નોધ્યો હતો. આ બનાવ બાદ પોલીસે હુમલાખોર વાલાભાઇ ઉમરની ધરપકડ કરી હતી.

હુમલાખોરની ધરપકડના ચક્રોગતિમાન

મોરવાના નાટાપુર ગામે પોલીસની બાઇકને નુકશાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઇ હોવાનું જણાવતા પોસઇ એલ.બી.ડાભીએ વધુમાં ઉર્મેયુ હતુ કે, આ પ્રકરણમાં એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય હુમલાખોરની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

શંકાસ્પદ ટેમ્પોને રોકવાના મામલે બબાલ

નાટાપુર ગામે પોલીસ કર્ચચારી ફરજ ઉપર હતા. ત્યારે એક શંકાસ્પદ ટેમ્પોને રોકવાની કોશીષ કરી હતી. પરંતુ ચાલકે ત્યાંથી ભગાવી મુકી પોતાના સાથીદારો સાથે આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે બબાલ કરતા ચકચાર મચી ગઇ હતી.