ગોધરા પાલિકા દ્વારા ૧.૧૮ લાખના વેરાની વસૂલાત કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલિકાની આર્થિ‌ક સ્થિતિ કંગાળ બનતાં કર્મચારીઓ પગારથી વંચિત હતા
- ૨પ સ્ટાફે બામરોલી રોડ ઉપર સપાટો બોલાવતા બાકીદારોમાં ફફડાટ


છેલ્લા ત્રણ માસથી ગોધરા પાલિકાની આર્થિ‌ક સ્થિતી કંગાળ બનવાની સાથે કર્મચારીઓના પગાર પણ નહી નિકળવાની સાથે વેરાની આવક પણ નહિ‌વત સાંપડી હતી. એકાએક સફાળા બનેલ પાલિકાના ૨પ સ્ટાફ સભ્યોએ બામરોલી રોડ વિસ્તારમાં વસુલાત આદરતા ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રથમ દિવસે જ વ્યવસાયિક, વહીવટી, હાઉસ ટેક્સ મળીને ૧.૧૮ લાખની આવક થઇ હતી.

ગોધરા પાલિકા તંત્રના મુખ્ય અધિકારી નિતિનભાઇ બોડાત, સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશભાઇ પટેલ, સર્વેયર ભદ્રેશભાઇ પંડયા, શોપ ઇન્સપેક્ટર પ્રતિકભાઇ દેસાઇ સહિ‌ત ૨પ ઉપરાંત અધિકારીઓની ટીમે બામરોલી રોડ વિસ્તારમાં વસુલાત અભિયાન આદરતા ચર્ચાનો વિષય બન્યો હતો. વેરાની વસુલાત સાથે નડતરરૂપ દબાણ પણ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જ્યારે રોજીંદા લારી ધારકો પાસેથી પુરતી આવક નહી આવતા પણ વધારે ઘોંચ બોલાવીને વસુલાત કર્યા હતા. જેના પગલે ૧૦ વેપારીઓ પાસેથી પ૩૭૩૨ વ્યવસાય વેરો, ૩પ૦૦૦ વહિ‌વટી ચાર્જ, ૩૦ હજાર હાઉસ ટેક્સ સાથે ૧.૧૮ લાખની આવક વસુલવામાં સફળતા મળી હતી.