તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Taluka Panchayat Negligence Dakhavanara Two Employees Were Terminated

ફતેપુરા તાલુકા પંચાયતમાં બેદરકારી દાખવનાર બે કર્મચારીને છુટા કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકા પંચાયતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ યોજનામાં કરાર પર નિમણૂંક થયેલા એકાઉન્ટન્ટ અને ઇ.એ.પી.ઓ. કામગીરીમાં બેદરકારી દાખવતા જીલ્લા વિકાસ અધિકારીએ બન્નેને છુટા કરી દેવાનો હુકમ કરતાં અન્ય બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ફતેપુરા તાલુકા પંચાયતમાં પ૬ ગ્રામ પંચાયતોનો કાર્યભાર ચાલે છે. જેમાં કેટલીક યોજનાઓમાં માત્ર કાગળ પર જ કામો થતા હોવાની ફરિયાદોમાં તપાસ થતાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ ભુતકાળમાં થઇ ચૂક્યા છે. જેમાં આ તાલુકા પંચાયતમાં એન.આર.જી.ઇ.એ યોજનામાં કેટલાક કર્મચારીઓની ૧૧ માસના કરાર પર નિમણૂંક કરવામાં આવેલ છે. જેમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં જયશ્રીબેન તેમજ ઇ.એ.પી.ઓ. તરીકે સંજય પટેલ દ્વારા તેઓને કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી દાખવી હતી.

જેની જાણ જીલ્લા વિકાસ અધિકારી દાહોદને થતા તપાસમાં તેઓ બે દકાર જણાતા તેઓએ બન્ને કર્મચારીઓને છુટા કરી દેવાનો હુકમ કરી દીધો હતો. આ કામગીરીથી અન્ય બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં પણ ફતેપુરા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે એટલે જો આજ પ્રકારની કામગીરી લેવાય તોજ અધિકારીઓ વ્યવસ્થીત કામગીરી કરતા થશે.

છુટા કરવાનો હુકમ કરાયો છે

ફતેપુરા તાલુકા પંચાયતના નરેગાના એકાઉન્ટન્ટ અને ઇ.એ.પી.ઓ.ની કામગીરી નિષ્ક્રીય તેમજ બેદરકારી હોવાથી તેઓને છુટા કરવાનો હુકમ કરી દેવાયો છે. - એસ.એમ.મોદી ,નીયામક,ડી.આર.ડી.એ. દાહોદ