હોળીના તહેવાર ટાણે જ અનાજની ફાળવણી બાબતે તંત્રના ધાંધિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પંચમહાલમાં આદિવાસી પ્રજા પર્વ પર મુખ્યત્વે ઘઉંનો વપરાશ કરે છે ત્યારે મુશ્કેલી
-કેટલાક સ્થળોએ જથ્થો વિલંબથી અપાયાની ઉઠેલી બૂમ તંત્ર માટે તપાસનો વિષય

પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસી પ્રજા ઉજવતા હોળી પર્વને અનુલક્ષીને ઘઉંનો વપરાશ કરે છે. તેમ છતાં પુરવઠા તંત્ર દ્વારા તહેવારને લઇને કોઇ વધારાનો જથ્થો નહી ફાળવતાં કચવાટ ફેલાયો છે. એટલું જ નહીં આવશ્યક તેલનો જથ્થો પણ નહી આપી અન્યાય કરાતાં જરૂરિયાતમંદોમાં તહેવાર બગડયાની નારાજગી સાથે કચવાટ વ્યાપ્યો છે. જોકે કેટલાક સ્થળોએ જથ્થો વિલંબથી અપાયાની ઉઠેલી બૂમ વચ્ચે પુરવઠા તંત્ર તપાસ કરશે ખરા તેવા પ્રશ્નાર્થો સેવાઇ રહ્યા છે.

પંચમહાલના અંતરિયાળ વિસ્તાર સુધી પથરાયેલ અંદાજિત ૭૧૮ જેટલી સસ્તા અનાજના કેન્દ્રો પર આધાર મોટી સંખ્યામાં ૨૧૧પ૦૬૬ જેટલી પ્રજા રાખે છે.આ પર્વ ટાણે ઘઉંમાંથી તૈયાર થતાં લાડુ, સેવ, લાપસી જેવી બનાવટનો ભરપૂર ઉપયોગ કરતાં હોય છે. ત્યારે બીપીએલ કુટૂંબો માટે સરકારે ચાલુ માસ માર્ચ માસમાં ઘઉં કે ખાંડ સામગ્રી વધારાનો જથ્થો ફાળવાયો નથી. જ્યારે ખાસ કિસ્સામાં તેલનો લાભ અપાય છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તહેવાર ટાણે જ તેલનો જથ્થાની બાદબાકી કરતાં અનેક સવાલો પ્રજામાં ઉઠયા છે.છેલ્લે જન્માષ્ટમી અને દિવાળી નિમિત્તે અપાયા બાદ આ વખતે વિતરણ બંધ રખાયો છે.રોજીંદા આવશ્યક તેલ નહી આપીને પ્રજાને નાછુટકે બજારમાંથી ઉંચાભાવે ખરીદી કરવાનો વારો આવતા નારાજગી વ્યાપી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...