ગરમીથી બચવા તરણરમતની તાલીમનો ગોધરામાં વધતો ક્રેઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધીરેધીરે ગોધરામાં તરણરમતની તાલીમનો ક્રેઝ વધતો જાય છે.રોજીંદા માંડ ૨૦થી ૨પ વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવતા હોય છે.જેની સરખામણીમાં હાલ ઉનાળો શરુ થવાની સાથે આંક પ૦ સુધી પહોચ્યો છે. ગરમીમાં રાહત મેળવાના નુકસા તરીકે હવે મોટેરા પણ ઉપયોગ કરી રહ્યા છે.

ગોધરાવાસીઓને તરણરમત એટલે શું અથવા તેની તાલીમ મેળવવાની ભારે અછત હતી.પરંતુ છેલ્લા પાંચ ઉપરાંત વર્ષથી ગોધરામાં નિર્માણ કરવામાં આવેલ રમતગમત સંકુલમાં તરણ ઉમેરાઇ છે.આમ તો બાળકોને પ્રિય રમતમાં સ્થાન મેળવતી આ તરણતાલીમ માટે શહેરના વિધ્યાર્થીઓ સવારે પહોચે છે.વધુ ચોમાસુ તથા વધુ ઠંડી જેવા દિવસોને બાદ કરતાં રોજંદા ૨૦થી ૨પ જેટલા રમતવીરો હોય છે.અને નિયમિતપણે પાણીની શુધ્ધીકરણ સાથેની કામગીરી હાથ ધરવામાં આવે છે.ત્યારે હાલ ઉનાળાના દિવસોમાં કાળઝાળ ગરમીથી બચવા આખો દિવસ પંખા,એસી,કુલરનો સહારો લેવા છતાં તેઓની ત્રસ્તના ઘટતી નથી.ત્યારે ગરમીનુ મારણ એટલે તરણ કહેવાય છે. ગરમીથી બચવા ભૂલકાંઓથી લઇ મોટેરા સુધી તરણરમત ઘેલી લાગી છે.માર્ચ માસના પ્રારંભથી ગોધરાના રમતગમત સંકુલમાં ચાર ચાર બેચ કાર્યરત થઇને ૧૦ થી પપ વર્ષ સુધીના અંદાજીત પ૦ રમતવીરો નજરે પડે છે.જે છેક જૂન માસ સુધી તરણ રમત ચિક્કાર જોવા મળે છે.જોકે શાળા કક્ષાએ અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ નિમાયેલા કોચ મારફતે પધ્ધતિસરનુ પ્રશિક્ષણ આપવાથી તેઓ કાબેલ બનવાની સાથે અન્ય નગરોના સ્પર્ધા સામે રાજ્ય કક્ષા સુધી ભાગ લઇ ગોધરા શહેરનુ નામ રોશન કર્યુ છે.