તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Student Was Enrolled In The First Day Of Camp In Panchmahal 311

પંચમહાલમાં પ્રવેશ કેમ્પના પ્રથમ દિવસે ૩૧૧ છાત્રને પ્રવેશ અપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ માટે ગોધરા, લુણાવાડા, હાલોલમાં યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓની પડાપડી
- આજથી બે દિવસમાં સમાવેશનો પ્રશ્ન મુશ્કેલરૂપ રહેવાની ધારણા
- તમામ વિદ્યાર્થીઓને જિલ્લાની શાળામાં સમાવવા તંત્ર માટે કસોટી


છેલ્લા પખવાડિયાથી પંચમહાલ જિલ્લામાં ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા પડાપડી વચ્ચે ચિંતા વ્યાપેલી છે. ત્યારે શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગોધરા, લુણાવાડા અને હાલોલમાં આયોજીત અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટેના કેમ્પના પ્રથમ દિવસે ભારે ભિડ વચ્ચે ૩૧૧ વિદ્યાર્થીઓને સમાવેશ કર્યા હતા. ગોધરા અને લુણાવાડામાં તમામ વંચિત વિદ્યાર્થીઓને સમાવેશ કરવા તંત્ર માટે મુશ્કેલી સર્જા‍ય તેમ લાગી રહ્યું છે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવવા માટેનો ધસારો જોતા આગામી દિવસોમાં જિલ્લાની શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને સમાવવા ભારે મુશ્કેલ ભર્યુ લાગી રહ્યુ છે.

દિન પ્રતિદિન વધતા જતા વિજ્ઞાન પ્રવાહના મહત્વ સાથે પંચમહાલમાં ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ તરફ દોડાદોડી રહી છે. છેલ્લા એક પખવાડિયાથી પ્રવેશ મેળવવા માટે પડાપડી થતા અસંખ્ય વિદ્યાર્થીઓ મનપસંદ શાળાથી વંચિત રહેતા ભાવિ અંગે ચિંતા વ્યાપી હતી. કેટલીક શાળાઓ વ્હાલા દવલાની નિતિ અપનાવીને પ્રવેશથી ઇનકાર કરાઇ રહ્યો છે. હાલ સ્વનર્ભિર શાળાઓમાં ધો.૧૧ના પ્રવેશ ટાણે મસમોટી જાહેરાતો કરીને આકર્ષવાના પ્રયત્નો થતા સંચાલકો વચ્ચે રીતસર ગળાકાપ સ્પર્ધા જામે છે. અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચીને પણ બિનલાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ખેંચી લાવવામાં સફળ થાય છે. પરંતુ તાજેતરના આવેલા શાળાના કંગાળજનક પરિણામના કારણે ચાલુ વર્ષે કેટલીક જગ્યાઓ ખાલી રહેવાની સાથે શાળા છોડીને અન્યત્ર પ્રવેશ મેળવતા નવા બાળકો મેળવવા ફાફા પડી રહ્યા છે.

કહેવાતી પ્રતિષ્ઠિ‌ત સંસ્થાઓમાંથી અન્યત્ર જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને મનપસંદ શાળામાં પ્રવેશ નહી મળતા મુશ્કેલી સર્જા‍ઇ રહી છે. ત્યારે ગોધરા, લુણાવાડા, હાલોલ સહિ‌તના વિસ્તારોમાં આવેલી ૪૦ જેટલી અનુદાનિત અને સ્વનર્ભિર શાળાઓના અંદાજીત ૬૧ વર્ગો પૈકી અપાયેલા પ્રવેશ બાદ ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે તંત્રએ પ્રક્રિયા હસ્તક લઇને ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે સોમવારે પ્રથમ દિવસે ત્રણ સ્થળોએ અનામત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સવારથી જ વાલીઓ તેમજ વિદ્યાર્થી‍ઓના ધાડા ઉમટી
પડયા હતા.

વિવિધ શાળાઓમાં બક્ષીપંચ, એસસી, એસટી જેવા વિદ્યાર્થીઓને મેરીટના આધારે સમાવેશ કરાતા ગોધરા વિભાગમાં ૧૧૮, લુણાવાડામાં ૧૨પ અને હાલોલમાં ૭૦ વિદ્યાર્થીઓ મળીને ૩૦૦ને લાભ અપાયો છે. હવે આગામી બે દિવસમાં યોજાનાર કેમ્પમાં અનામત અને બિનઅનામતના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કેમ્પ યોજાશે.