ગોધરા SP કચેરી સામે જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મુખત્યાર મહંમદ મનસુરી)
- જમીનના પ્લોટો પ્રશ્ને પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ
- આખરે પોલીસ અધિકારીઓ દોડી આવી યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી
ગોધરા : ગોધરા લીલેસરા જીઇબી પાસે જમીનના પ્લોટના પ્રશ્ને ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી નહી કરતી હેાવાના આક્ષેપ સાથે આધેડે કેરોસીનની ડબી લઇ ડીએસપી કચેરીએ પહોંચી જતા ઉતેજના છવાઇ હતી. જોકે આ વેળા અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીએ તેઓને અટકાવી લઇ આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા લીલેસરા જીઇબી પાસે આવેલ એક જમીનના પ્લોટના મામલે અહીંના રહીશો મુખત્યાર મહંમદ મનસુરી તથા સુલેમાન યાકુબ મદારા વચ્ચે પ્લોટ પાસેની જમીન ખાલી કરવા બાબતે અવાર નવાર તકરાર સર્જા‍તી હતી.

છ ફુટ જગ્યા છોડવાના મામલે તેઓ વચ્ચે વિખવાદ બાદ બંનેવે સામ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોઇ કાર્યવાહી નહી કરતા હોવાના આક્ષેપ સાથે મુખત્યાર મહંમદ મનસુરી મંગળવારના રેાજ બપોરના અરસામાં કેરોસીન ભરેલી ડબી લઇ ગોધરા ડીએસપી કચેરીએ પહોંચી ગયા હતા. જોકે એક તબકકે મુખત્યાર મહંમદ મનસુરીએ પોતાના શરીરે કેરોસીન છાંટી દેતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. દરમિયાન બીજી તરફ હાજર અન્ય પોલીસ કર્મીઓ તથા અધિકારી દ્વારા તેઓને રોકી આત્મ વિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવી તેમની અટકાયત કરી હતી.
આગળ વાંચો તપાસની કાર્યવાહી ચાલી રહી છે, પોલીસ નિષ્પક્ષ રહી કાર્યવાહી સમયસર કરે