દાહોદમાં નકસલી ઓપરેન્ડીથી રેલવે ક્વાર્ટર્સમાં લુંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દાહોદના પરેલમાં તમંચા સાથે ત્રણ રેલવે ક્વાર્ટર્સમાં લૂંટફાટ
- લૂંટારુઓએ ક્વાર્ટર્સમાં ઘૂસીને દાગીના, રોકડા અને મોબાઇલની લૂંટ કરી
- પ્રતિકાર કરીને લૂંટારુને ઝડપી પાડનારા યુવકને છાતીમાં ઇંટ મારી
- મહિ‌લાઓને બાનમાં લઈ લૂંટ ચલાવી: તમંચા સાથે એકની ધરપકડ


દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં સી સાઇડ સ્થિત આઇ.ડબલ્યૂ ઓફીસ પાસે આવેલા ત્રણ રેલવે ક્વાટર્સને લૂંટારુઓએ રાત્રે નિશાન બનાવતાં ખળભળાટ મચી ગયો હતો. લૂંટારુઓએ એક પછી એક ત્રણ ક્વાટર્સમાં ઘૂસીને મહિ‌લાઓ પાસેના દાગીના, રોકડા રૂપિયા અને મોબાઇલની લૂંટ કરી હતી. પ્રતિકાર કરીને લૂંટારુને ઝડપી પાડનારા યુવકને છાતીમાં ઇટ મારીને ઘાયલ કરાયો હતો. લૂંટારુ પાસેથી તમંચો જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી સી સાઇડ વિસ્તારમાં રહેતી પ્રજામાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

પરેલ વિસ્તારમાં આવેલા રેલવેના ચાર ક્વાટર્સ છે. તે ચારેયમાં રેલવે કર્મચારીના પરિવાર રહે છે. ગઈ રાતના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં તમંચા લઇને આવેલા લૂંટારુઓએ જવસિંગભાઇ સોમાભાઇ પસાયાના ઘરનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો પરિવારને બાનમાં લઇને મોબાઇલ તથા રૂા.૩૦૦ રોકડા લૂંટી ગયા હતાં.

પાડોશમાં રહેતાં મગનભાઇ માલીવાડના ક્વાટર્સને પણ નીશાન બનાવીને સાત હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી હતી. પ્રદીપભાઇ કશવાભાઇ હીહોરના પરિવારને પણ બાનમાં લઇને તેઓ સામાન વેરવીખેર કરીને મોબાઇલ લૂંટી ગયા હતાં. આ વખતે બૂમાબૂમ થતાં જવસિંગભાઇએ એક લૂંટારુને ઝડપી પાડયો હતો.પોલીસે શ્વાન અને એફએસએલની મદદ લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.

આગળ વાંચો શું આ નકસલવાદની નિશાની તો નથીને