લગ્નમાં જવા નીકળેલા પરિવારનો છકડો પલટી ખાતાં ૧૦ ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગંભીર ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયાં

પાવાગઢ નજીક સુરાગામથી ઘોઘંબા તાલુકાના લીલાઢાળ ગામે લગ્નમાં જવા નિકળેલ પરિવારનો છકડો ચેલાવાડા પાસે પલટી જતા ૧૦ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને ઘટના સ્થળેથી બે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોિસ્૫ટલમાં લવાયા હતા. જેમાં ગંભીર ઇજા પામેલા ત્રણને વડોદરા ખસેડાયા હતા.

અકસ્માતની પ્રાપ્તવિગતો મુજબ પાવાગઢના સુરાગામે રહેતા નારસીંગ રાઠવા સહિત ૧૪ સભ્યો છકડામાં બેસી સવારે પરિવારના ઘોઘંબા તાલુકાના લીલાઢાળ ગામે લગ્નમાં જવા નિકળ્યા હતા. જ્યાં સેલાવાડા નજીક વળાંકમાં છકડા ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા છકડો બે પલટીઓ ખાઇ ખાડામાં ખાબકયો હતો.