હોળીનો તહેવાર છતાં ફતેપુરા તા.ની બોર્ડર રામ ભરોસે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અવરજવર કરતા વાહનોની કોઇ જ તપાસ થતી નથી : બૂટલેગરો સ્ટોક કરવામાં સક્રિય
-વહેલી તકે આ ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવે તો જ બે નંબરના જથ્થા પર રોક લાગી શકે
-વહેલી તકે આ ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવે તો જ બે નંબરના જથ્થા પર રોક લાગી શકે

ફતેપુરા તાલુકામાં રાજસ્થાન સરહદ પર આવેલી ચેક પોસ્ટ નધણિયાતી હાલતમાં છે. હાલમાં ચૂટણીની આચાર સહિ‌તા અને હોળીનો તહેવાર હોવા છતાં પણ અવર જવર કરતા વાહનોની તપાસ કરવામાં આવતી ન હોવાનું રૂબરૂ મુલાકાતમાં જણાઇ આવ્યું હતું. જેથી બે નંબરના ધંધા વાળા બિન્દાસ અવર જવર કરતા હોવાનું જણાઇ રહ્યું છે. ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલા છે ફતેપુરા અને સુખસર વિસ્તારમાંથી રાજસ્થાન રાજ્યમાં જવા માટે આઠ થી દસ રસ્તાઓ આવેલા છે. જેમાં પાટવેલ અને ઘુઘસમાં પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટ લગાવવામાં આવેલી છે. પોલીસ દ્વારા આડસો તો મુકવામાં આવી છે.

પરંતુ ત્યાં કોઇ પોલીસ સ્ટાફ હાજર રહેતુ ન હોવાનું તેમજ અવર જવર કરતા વાહનોની તપાસ કે કોઇ માહિ‌તી લેવામાં આવતી ન હોવાનું રૂબરૂ મુલાકાતમાં જણાઇ આવ્યું હતું. હાલમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિ‌તા પણ લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં સમગ્ર જિલ્લામાં હોળીનો તહેવાર પણ પૂર બહારમાં ચાલી રહ્યો છે. છતાં પણ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઇ પગલાં લેવામાં આવતા નથી આ બોર્ડરો પરથી બે નંબરનો માલ વિદેશી દારૂ, સરકારી અનાજનો જથ્થો, ઢોર-ઢાખર તથા અન્ય બિલ્ટી વગરનો માલ બારોબાર રાજસ્થાનમાંથી અવર જવર કરવામાં આવે છે. જેથી વહેલી તકે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવે તો જ બે નંબરના જથ્થા પર રોક લાગી શકે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...