તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rahatadare Receive 3 Months To Stop The Distribution Of Sugar

રાહતદરે મળતી ખાંડનું વિતરણ 3 માસથી બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંચમહાલમાં ૧,૮૬,૨૦૯ કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને ફરજિયાત મોંઘીદાટ ખાંડ ખરીદવાની સ્થિતિ સર્જા‍તાં રોષ
- સરકારી ભાવ ૧૩.પ૦ની સરખામણીમાં બજારમાં ૩પમાં ખરીદી કરવાનો વારો


અત્યંત પછાત ગણાતા પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી રાહતદરે મળતી ખાંડનો જથ્થો વિતરણ બંધ કરવામાં આવતા ૧,૮૬,૨૦૯ કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને ફરજિયાત ખુલ્લા બજારમાંથી મોંઘીદાટ ખાંડ ખરીદવાનો વારો આવ્યો છે. એક બાજુ સરકાર દ્વારા ગરીબો માટે યોજનાઓ બનાવી સહાયની ગુલબાંગો હાંકવામાં આવે છે બીજી બાજુ આપવામાં આવતી સુવિધાઓ પર બ્રેક મારતાં ગરીબજનોને કફોડી સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનિય છેકે, સરકાર દ્વારા એક સભ્ય દીઠ પ૦૦ ગ્રામની જરૂરિયાત સામે માત્ર ઓછો ૩૦૦ ગ્રામ ફળવાય છે. અને હાલ સરકારી ભાવ ૧૩.પ૦ છે. જેની સરખામણીમાં બજારમાં ૩પ છે. પંચમહાલ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી તેમજ પછાત વર્ગના અસંખ્ય પરિવારજનોને જીવન આવશ્યક ચિજ વસ્તુઓનો જથ્થો રાહતદરે પ્રાપ્ત થાય તે હેતુથી પુરવઠા વિભાગ દ્વારા ઘંઉ, ચોખા, તેલ, મોરસ સહિ‌તની દર માસે સહાય વિતરણ કરવામાં આવે છે. પહેલેથી જ સરકાર દ્વારા ઓછો જથ્થો ફાળવવામાં આવતાની સાથે તાજેતરમાં દાખલ કરાયેલી ઓનલાઇન કોમ્પ્યુટરાઇઝ યોજના ઘણી ગૂંચવાડા સર્જી રહી છે. કારણ કે, કૂપનમાં પુરતો જથ્થો દર્શાવેલ મુજબ ફાળવણી ઓછી થતા સંચાલકોની કામગીરી સામે શંકા પ્રવર્તી રહી છે. ત્યારે ત્રણ માસથી જિલ્લામાં સરકારી ખાંડનો જથ્થો વિતરણ બંધ કરાતા ભારે ઉહાપોહ સાથે નારાજગી જન્મી રહી છે. ૭૧૯ સસ્તા અનાજની દુકાનો સાથે સંકળાયેલા બીપીએલ અને અંત્યોદય યોજના સાથે સંકળાયેલા અંદાજીત ૧,૮૬,૨૦૯ કાર્ડ ધારકોના ૧૨,૧૩,૮પ૩ સભ્યો સહાય મળવાપાત્ર છે.

વર્ષોથી ખાંડ બજારમાં દિન પ્રતિદિન વધતા જતા ભાવોની ત્મળી રહે તેવા આશય સાથે નજીવી કિંમતે આપવામાં આવતા અસંખ્ય પરિવારોને રાહતરૂપ છે. પરંતુ આવા ગરીબ પરિવારોને સરકારી મદદ આપવાના આશયના બદલે અચાનક જથ્થો વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાતા હજારો ગ્રાહકોને આચકા સાથે કચવાટની લાગણી વ્યાપી છે.
સરકાર દ્વારા દર માસે જિલ્લામાં આવેલા ૮ ઉપરાંત ગોડાઉનમાં અંદાજીત ૧,૩પ૦ મેટ્રીક ટન ખાંડનો જથ્થો સુપ્રત કરવામાં આવે છે. પરંતુ એપ્રિલ મે અને જૂન માસ પૂર્ણ થવા છતાં આજ દિન સુધી હક્કદારોને ખાંડનો જથ્થો નહી અપાતા તેઓને બજારમાં રૂપિયા ૩પના કિલોના ભાવે સામગ્રી ખરીદવાનો વારો આવ્યો છે. જ્યારે સરકારી સહાય મુજબ ૧ કિલોના ૧૩.પ૦ ચૂકવવા પડે છે. જેથી સરકાર દ્વારા ખાંડ વિતરણ પ્રથા રકાર્યરત રાખવાની માંગ ઉઠી છે.