ચોરીને અટકાવવા નવતર પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- ચોરીને અટકાવવા નવતર પ્રયોગ
- જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત કેટલીક સાવચેતી રાખવા અપીલ
- દિવાળી દરમિયાન મકાન બંધ કરીને જતા રહીશો માટે સૂચન
ગોધરા : દિવાળી વેકેશનમાં મકાન બંધ કરીને જતા રહીશો ખરીદી કરતી વખતે માટે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત કેટલીક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વેકેશનમાં બંઘ રહતા મકાનો તથા શાળાના આચાર્યને કિંમતી સામાન નહી રાખવા જણાવાયુ છે. તેમજ સોસાયટીમાં સીક્યુરીટી ગાર્ડ મુકવા તથા દુકાન બહાર સીસીટીવી કેમેરા પણ સુચન કરાયુ છે. આમ પોલીસે ચોરીના વધતા બનાવને અટકાવવા માટે નવતર પ્રયોગ કરાયો છે.

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં વધતી જતી ચોરીના બનાવથી જિલ્લાવાસીઓને માલમત્તા ગુમાવવાનો વારો આવે છે. જેના કારણે પોલીસ દ્વારા પણ ચોરીના બનાવ ઉપર બ્રેક મારવા માટે કમર કસવામાં આવી છે. પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત દિવાળીના તહેવાર દરમ્યાન સાવચેતી રાખવા માટે રહીશોને અપીલ કરવામાં આવી છે. વિવિધ 15 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.

ખાસ કરીને વેપારીઓએ પોતાના ઘંઘાના સ્થળે અંદર તથા બહાર સીસીટીવી કેમેરા મુકવા, બેંકમાંથી પાંચ લાખ ઉપરાંતની રકમ ઉપાડવા અંગે પોલીસને જાણ કરવી જેથી તેઓને સરક્ષા આપી શકાય, વેકેશનમાં મકાનમાં કોઇ કિંમતી દાગીના કે રોકડ રાખવી નહીં, બેંકના લોકરમાં મુકવા તેમજ રહીશોએ નજીકના પોલીસ મથકે જાણ કરવી તેવી જરૂરી સુચનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રીના સમયે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસ મથકનો સંપર્ક કરવોે. આમ ચોરીના બનાવને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ આરંભાયો છે.

જરૂર જણાય તો પોલીસનો સંપર્ક કરવો
દિવાળીના સમયે ખરીદી કરતી વખતે અજાણ્યા ઇસમ સાથે વાતચીત કરવી નહી, પોલીસ યુનીફોર્મમાં હોય તો જ ઉભા રહેવું, જેથી નકલી પોલીસ તરીકેના છેતરપીંડીના બનાવ રોકી શકાય. વધુમાં જરૂર જણાય તો એ ડીવીઝન – 243146, કંટ્રોલ રૂમ – 241504 તથા 100 નંબર ઉપર જાણ કરવી આમ પોલીસની સાથે સાથે રહીશોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. - - પીઆઇ પી.આર. રાઠોડ,એ.ડીવીઝન,ગોધરા

અસર શુ થશે?
પોલીસ દ્વારા પણ ચોરીના બનાવ ઉપર બ્રેક મારવા માટે કમર કસવામાં આવી છે. પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત દિવાળીના તહેવાર દરમ્યાન રહીશો માટે કેટલીક સાવચેતી રાખવાની સુચના બહાર પાડવામાં આવી છે. જેના કારણે ચોરીના બનાવ ઉપર બ્રેક વાગી શકે તેમ છે.