પોલીસ દળોમાં મહિ‌લાઓને ભરતી માટે પૂર્વ તાલીમો અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નદીસર ખાતે તાલીમ લીધેલી મહિલાઓની ફાઇલ તસવીર)
- મહિ‌લા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ૩૩ ટકા અનામતની જાહેરાત કર્યા બાદ અપાયેલી વિશેષ છૂટછાટ
- જૂડો, કરાટે, સેલ્ફ ડિફેન્સ, રાઇફલ વગેરે તાલીમ આપવા માટે આદેશો
ગોધરા : મહીલા સશકિતકરણ અભિયાનમાં ગુજરાત પોલીસદળોમાં મહિ‌લા પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે ૩૩ ટકા અનામતની જાહેરાત કર્યા બાદ ઉંચાઇના માપદંડ તથા શારીરિક કસોટીમાં પણ વિશેષ છુટછાટ આપવામાં આવી છે. જેના ભાગરૂપ પોલીસ દળોમાં મહિ‌લાઓ માટે નદીસરમાં પૂર્વ તાલીમો શરૂ કરાશે. ટૂંક સમયમાં ગુજરાત પોલીસદળોની મહિ‌લા પોલીસ કોન્સ્ટેબલ, મહિ‌લા પીએસઆઇની ભરતીઓની જાહેરાત બહાર પડાશે. મહિ‌લાઓને પોલીસ ભરતીઓની પૂર્વ તાલીમો તથા જુડો, કરાટે, સેલ્ફ ડિફેન્સ, રાઇફલ તાલીમો આપવા માટે રાજયભરમાં આદેશો આપ્યા છે.

જેના ભાગરૂપે રાજ્યમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ માન્ય ગુજરાત ફાયર સેફટી એકેડેમી નદીસર ખાતે મહિ‌લાઓને પૂર્વ તાલીમો આપવા માટે તાલીમ વર્ગોનું આયોજન કર્યુ છે. તા.૧ સપ્ટેમ્બરથી ફકત મહિ‌લાઓ માટે સ્પેશિયલ તાલીમવર્ગ શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના નામાંકિત પોલીસ અમલદારો દ્વારા મહિ‌લાઓને આવનારી ગુજરાત પોલીસ દળોની ભરતી તથા જેલ સિપાઇ ભરતીની તાલીમો માટે જરૂરી ગ્રાઉન્ડ ટેસ્ટ, લેખિત મૌખિક પરીક્ષા, જનરલ નોલેજ, કાયદાકીય બાબતોનું જરૂરી જ્ઞાન, સેલ્ફ ડિફેન્સ, જુડો કરાટે, રાઇફલ તાલીમ, ઘોડેસવારી જેવી મહત્વની તાલીમો શરૂ કરવામાં આવનાર છે.

ભૂતકાળમાં નદીસર ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ પ્રકારની તાલીમો આપી મોટીસંખ્યામાં આદિજાતિ તથા અન્ય જાતિના મહિ‌લાઓને ગુજરાત પોલીસ દળો, એસઆરપી કોન્સ્ટેબલની નોકરી અપાવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આવનારી ભરતીઓમાં સફળતા મેળવવા માટે ધો.૧૨ પાસ પૂર્વ તાલીમ લેવા માટે ૩૦ ઓગસ્ટ પહેલાં નદીસર ગોધરામાં જરૂરી પ્રમાણપત્રો સાથે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહિ‌લા સશક્તિ કરણ અભિયાન હેઠળ આ તાલીમ અપાશે