ગરબાડાના સીમલીયા બુઝર્ગના પોલ્ટ્રી ફાર્મમાં ચાર પગવાળી મુર્ગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગરબાડાના સીમલીયા બુઝર્ગના પોલ્ટ્રી ફાર્મમાં ચાર પગવાળી મુર્ગી
- પોલ્ટ્રી ફાર્મના માલિકે મુર્ગીને વેચવાનું ટાળી દીધું
ગરબાડા : ગરબાડાના સીમલીયા બુઝર્ગના એક પોલ્ટ્રી ફાર્મમાં ચાર પગની મરઘી જોવાતા પોલ્ટ્રી ફાર્મના માલીકે તેને વેચવાનું ટાળ્યું હતું. પગની મુર્ગી હોવાની ચર્ચાથી પંથકના લોકોમાં આશ્ચર્યની સાથે તેને જોવા લોકો ઉમટે છે.ગરબાડા તાલુકાનાં સીમલીયા બુઝર્ગના લીમફળીયામાં રહેતા દલસીંગ કાળુભાઇ પરમારના પોલ્ટ્રી ફાર્મમાં એક મુર્ગીના ચાર પગ જોવા મળ્યા હતા. દલસીંગભાઇ છેલ્લા ચાર વર્ષથી પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે.

જ્યારે એક માસ પહેલા તા.30-9 ના રોજ તેઓએ રાજસ્થાનના અજમેરથી 3500 નંગ જેટલા બોઇલર મુર્ગીના બચ્ચા મંગાવ્યા હતા. જેમની ઉંમર અંદાજે બે ત્રણ દિવસની હતી. જેમાં એક બચ્ચાને ચાર પગ હોવાનું જણાતા દલસીંગભાઇએ તેને વેચવાનું ટાળ્યું હતું. જ્યારે બાકીના તમામ મરઘા તેઓએ વેચી નાખ્યા છે. હાલમાં ચાર પગની આ મરઘીના બચ્ચાને પોલ્ટ્રી ફાર્મના માલીક દલસીંગભાઇ પોતાના ઘરે લઇ આવ્યા છે અને ત્યાં જ તેની દેખરેખ કરે છે ચાર પગની મરઘીની વાતને લઇને પંથકના લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.
મારે મરઘી વેચવી નથી
મરઘીને ચાર પણ છે એટલે નથી વેચતો આ મરઘીને ખરીદવા માટે કેટલાય લોકો આવી ગયા છે જેઓ મને વધારે કિંમત પણ આપવા તૈયાર હતા પણ મારે આ મરઘી વેચવી નથી.
- દલસીંગભાઇ, પોલ્ટ્રી ફાર્મના માલીક