ગોધરા સબજેલના ૨૧ કેદીના જવાબ લેવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોધરા સબજેલમાંથી બે કેદી ભાગી જવાના પ્રકરણમાં ત્રીજા દિવસે પણ તપાસમાં પોલીસ ઠેરની ઠેર
- બેરેક નં- ૬ માં કુલ ૨૩ કેદીઓ હતા
- પોલીસે ભાગેલા કેદીઓના નિવાસ સ્થાને તપાસ આરંભી


ગોધરા સબ જેલમાં ભાગેલા બે કેદી પ્રકરણમાં પોલીસ દ્વારા વિવિધ પાસઓ ચકાસી તેઓની શોંધખોળ માટે તેઓના નિવાસ સ્થાન સહિ‌તના સ્થળ પર સતત વોચ ગોઢવી છે. બીજી તરફ ભાગેલા કેદીઓના બેરકમાં રહેતા અન્ય ૨૧ કેદીઓના પોલીસે જેલની અંદર જવાબ લીધા હોવાનું પીઆઇ કે.જે. ચોધરીએ જણાવ્યુ છે. જોકે બે દિવસ બાદ પણ પોલીસ કોઇ જ કડી મેળવી શકી નથી.

અત્યંત સંવેદનશીલ ગણાતા ગોધરા સબજેલમાં કોઇ જ સુરક્ષા કે ચોક્કસાઇ રાખી ન હોવાનુ ગત રવિવારની રાત્રીના સમયે બનેલી ઘટના ઉપરથી ફલીત થાય છે. ગોધરા સબ જેલમા બેરક નં- ૬ માં રાખેલા કાચા કામના કેદી મુકેશભાઇ અમરતભાઇ રાવળ (મુળ રહે. વેડજ, મેધરજ, સાબરકાંઠા) તથા વિશાલ ઉર્ફે વિજય જેઠાભાઇ વાંઠેર (મુળ રહે. ફરેર, કુતીયાણા, જુનાગઢ) સબ જેલમાંથી ભાગી જવાને પગલે જેલ તથા પોલીસ તંત્રમાં ભાગદોડ મચી જવા પામી હતી. બીજી તરફ જેલ સુપ્રિ. દ્વારા ભાગી ગયેલા બન્ને કેદી સામે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેના આધારે નાયબ પોલીસ વડા વી.જે.જાડેજા તથા પીઆઇ કે.જે. ચોધરી દ્વારા તલસ્પર્શી તપાસ આરંભી હોવા છતા બે દિવસ બાદ પણ કોઇ જ પત્તો લગાવી શક્યા નથી.

બીજી તરફ પહેલા ૧૦ પોલીસ જવાનના જવાબ લેવાયા હતા. ત્યાર બાદ પોલીસ અધિકારી દ્વારા બેરેક નં. - ૬ માં રખાયેલા અન્ય ૨૧ કેદીઓના જવાબ સહિ‌ત પુછપરછ આરંભી હતી. જોકે આ અંગે કોઇ ખબર ન હોવાનું જણાવતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. બીજી તરફ ગોધરા એ ડીવીઝન પોલીસે ભાગેલા કેદીઓના નિવાસ સ્થાને તપાસ આરંભી છે.

એફએસએલની મદદ લેવાઇ

ગોધરા સબ જેલમાંથી કાચા કામના કેદી ભાગી જવાના અંદાજીત ૭૨ કલાક જેટલો સમય વિતી ગયો છે. જોકે આ ધટનામાં પોલીસ દ્વારા એફએસએલની મદદ લીધી હતી. જોકે તેઓ બુધવારની સવાર સુધી અધિકારી આવ્યા ન હતા.જોકે ગોધરાના અધિકારી રજા ઉપર હોવાથી દાહોદથી મદદ માંગી હતી. જોકે બપોર બાદ તેઓ આવ્યા હોવાનું સુમાહિ‌તગાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

ત્રણ ઇંચ જેટલા સળિયા કેવી રીતે કપાયા ?

ગોધરા સબ જેલમાંથી ભાગેલા કેદીઓએ ત્રણ ઇંચ જેટલા સળીયા કેવી રીતે કપાયા સહિ‌તના પ્રશ્નોએ સ્થાન લીધુ છે. સળીયા કાપવા માટે હેક્સો બ્લેડનો પણ ઉપયોગ થયો હોવાનું નકારી શકાય નહી. જોકે તપાસ કેટલે સુંધી પહોચશે તે વિચારવા જેવુ છે. હાલ પોલીસે સળીયા, પ્લાસ્ટીકની પાઇપ તથા ચાદર કબ્જે લીધી છે.