એક મહિ‌નાથી બંધ પડેલા અરઝથી ખાતેદારોમાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડામાં શોર્ટ સર્કિટ થવાના કારણે એક મહિ‌ના પહેલા બંધ પડેલુ બેંક ઓફ બરોડાનું એટીએમ હજુ સુધી કાર્યરત ન થવાના કારણે બેંકના ખાતેદારોને નાણાં ઉપાડવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.મહિ‌સાગર જિલ્લામાં મુખ્ય મથક લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ છેલ્લા એક મહીનાથી બંધ પડયું છે. શોભાના ગાંઠિયા સમાન આ એટીએમ કાર્યરત ન હોવાના કારણે બેંક ઓફ બરોડાના હજારો ખાતેદારોને રૂપિયા ઉપાડવા માટે બેંકમાં લાંબી કતારોમાં ઉભા રહી પોતાનો સમય બગાડવો પડે છે. કોઇપણ સમયે તુરંત નાણાં ન મળવાના કારણે વૃદ્ધોને પોતાનું પેન્શન ઉપાડવા કલાકો સુધી ગરમીમાં ઉભા રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે.