પંચમહાલ જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જતાં લોકો ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૪૦ ડિગ્રીનો આંક વટાવતી ગરમીથી બજારો સૂમસામ બની ગયા
-ત્રાહિ‌મામ બનેલા લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

તાજેતરના દિવસોમાં ચાલીસ ડીગ્રીનો આંક વટાવી વિક્રમ સપાટી પાર કરવાની કોશિશ કરતી વધુ પડતી ગરમીને લઇને ગોધરા શહેર સહિ‌ત પંચમહાલ તથા મહિ‌સાગરના બજારોમાં સ્વયંભૂ કરફયુનો માહોલ રચાયો હતો. ભરબપોરે શહેરના રસ્તા સહિ‌ત બજારોમાં સન્નાટાની સ્થિતિ જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છેકે ગરમીનો પારો દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો ઉત્તરોઉતર વધારો નોંધાતા તેની જનજીવન પર અસારો સર્જા‍ઇ રહી છે. ગોધરા શહેરમાં છેલ્લા બે દિવસથી બપોર દરમિયાન ગરમીનો પારો ૩૮ ડિગ્રી રહ્યુ હતુ. જેને લીધે આકાશમાંથી લ્હાય જેવા પવનો સાથે શહેરીજનો પર જાણે કે ગરમીના અંગારા ઝીંકાયા હતો.

શહેરના જાહેર માર્ગો પર લોકોની અવર જવર પાંખી બની ગઇ છે. શહેરમાં જોવા મળેલા દિવસ દરમિયાન ગરમીના પારાને લીધે શહેરના બજારોમાં નહિ‌વત લોકોની અવર જવર જોવાતા શહેરના બજારો સૂમસામ બની ગયા હતા. વહેલી સવારનો સમયગાળો પસાર કર્યા બાદ બારેક વાગ્યાના સમયથી માર્ગો પર એકલદોકલ વાહન ચાલકોની ચહલપહલ જોવા મળી હતી. ગરમીના કાળાકેરની અસર શહેરીજનો પર વર્તાતા રહેણાંક વિસ્તારનો વિસ્તાર પણ લોકોની અવર જવર વિના ભેંકાર બન્યો હતેા. એક તબકકે વધુ પડતી ગરમીથી જાણે કે બપોરટાણે જનજીવન થંભી ગયુ હતુ.