તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Panchmahal Varkarona Hope To Resolve Pending Issues Demand

પંચમહાલના આશા વર્કરોના પડતર પ્રશ્નો ઉકેલવા માગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કર્મચારીઓના પડતર પ્રશ્ન માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો નહીં આવતાં જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ રજૂઆત

પંચમહાલ મજદુર સંઘ દ્વારા કલેકટરને કરાયેલી રજુઆતમાં જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા આશા વર્કરોના પડતર પ્રશ્નો સંદર્ભે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જોકે વરસાદના કારણે કર્મીઓની નહીંવત સંખ્યા હોવા છતાં પોતાની માંગ આવેદનપત્ર આપીને દોહરાવી હતી.

પંચમહાલ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ન અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં કોઇ નિવેડો નહી આવતા જિલ્લા મજદુર સંઘના નેજા હેઠળ કલેકટરને રજુઆતને કરવામાંઆવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, પોરાનાશક દવા નાખવાની કામગીરી રોજેરોજ કરવામાં આવે છે પણ તેનું વેતન આપવામાં આવતુ નથી. એનઆરએચએમ હેઠળ કરાર આધારિત કર્મચારીઓની માનદ વેતનમાં રાજય કક્ષાએથી વિસંગતા છે જે દુર કરવી. રાજય સરકારના નિયમિત કર્મચારીઓને રજાઓ તથા મોંઘવારીના લાભો નિયમિત સરકાર તરફથી આપવામાં આવે છે તો કરાર આધારિત કર્મચારીઓને આપવા, સરકાર દ્વારા ટુંકાગાળા માટે જાહેર કરવામાં આવતા પ્રોજેકટો, કાર્યક્રમો ૧૦-૧પ વર્ષ સુધી ચલાવવામાં આવતા હોય કરાર આધારિત કર્મચારી લેવાના બદલે નિયમિત કરવા આરસીએચ કાર્યક્રમ ૨૦૦૦થી કાર્યરત છે.

એનઆરએચએમ ૨૦૦પ-૦૬ના વર્ષથી કાર્યરત છે. જે ૨૦૧૭ સુધી લંબાવેલ છે. સરકારના એનઆરએચએમ કાર્યક્રમમાં એનજીઓ મારફત કર્મચારીઓની ભરતી બંધરી સીધી ભરતી કરવી. વર્ષ ૨૦૧૩-૧૪ માટે આશા કાર્યકર બહનોની ડાયરીમાં ફેરફાર કરવા તથા તેમના મળવા પાત્ર ઇન્સેન્ટીવમાં વધારો થાય તે રીતેના ફેરફારો વર્ષ ૨૦૧૩-૧૪ની ડાયરીમાં કરવા આશા વર્કર દ્વારા જે કામગીરી કરી ડાયરી માસના અંતે મુકવામાં આવે છે તે પ્રમાણે વેતન ચુકવવામાં આવતુ નથી. તેની સામે સર્ગભા લાભાર્થીની એક માસથી નવ માસ સુધી આશા સેવા આપે છે. કોઇ કારણસર સેવા આપવામાં આવેલ લાભાર્થી ખાનગી સંસ્થામાં ડીલીવરી કરાવવા જાય તો આશા વર્કરને તેનુ વેતન ચુકવવામાં આવતુ નથી. જો આશા વર્કર સેવા કરતી હોય તો તેનું ચુકવણે કરવુ.