તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલ પાલિકામાં સીસી રોડની ગ્રાન્ટ મેળવવા વિપક્ષનો વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પાલિકાના વહીવટ પર અનેક પ્રશ્નો અંગે વિરોધપક્ષના નેતા દ્વારા રજૂઆતો કરાઇ છે
-પુરાવાઓ પણ આપવા છતાં આ અંગે કોઇ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી
-ભ્રષ્ટાચાર મુદ્દે પાલિકાને સુપરસીડ કરાવવા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

હાલોલ પાલિકાના વહીવટ પર અનેક પ્રશ્નો અંગે અવારનવાર વિરોધપક્ષના નેતા દ્વારા રજૂઆતો અને પુરાવાઓ આપવામાં આવ્યા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ અંગે કોઇ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.ખાસ કરીને સીસી રોડની પુન: ગ્રાન્ટ મેળવવાનો મુદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં તા.૨૮ના રોજ હાલોલ સેવાસદનની સામાન્ય સભા મળી હતી. આ સભામાં નગર વિસ્તારમાં બની ગયેલ કેટલાક સીસી રોડની પુન: ગ્રાન્ટ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવતાં કોંગ્રેસ પક્ષના સભ્ય અને વિરોધપક્ષના નેતા પ્રમોદસિંહ રાઠોડે આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ લેખિત ફરિયાદ અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે, સેવાસદનની તા.૨૬ જૂનના રેાજ મળેલ મીટીંગનું પ્રોસીડીંગ ૨પ ઓકટોબરે એજન્ડા સાથે આપવામા આવ્યું છે.

જેમાં ૧.૩૩ કરોડના રોડના કામોને અગાઉ થઇ ગયા છે તેવા કામો તાજેતરની મીટીંગમાં મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરી વાંધા અરજી આપવામાં આવી હતી. તથા વિરોધ માટેની અરજીની નકલો મુખ્યમંત્રી અને સમાહર્તાને મોકલવામાં આવી છે. આ અંગે પ્રમોદસિંહના જણાવ્યા અનુસાર અગાઉ થયેલ કામો જે શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં મોજૂદ છે તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ પુરાવા માટે બનાવેલ છે.

આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલોલ સેવાસદનમા મોટીખાયકી અને ભ્રષ્ટાચાર ચાલે છે. તે બદલ પાલિકાને સુપરસીડ કરાવવા માટે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે.
આમ, હાલોલ પાલિકામાં સીસી રોડની ગ્રાન્ટ મેળવવાનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત પણ પાલિકાના વહીવટ પર પણ અનેક પ્રશ્નો ઉઠાવી આ અંગે વિરોધપક્ષ દ્વારા કેટલીય રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેમને આ બાબતે કોઇ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવતાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે પાલિકા સામે કાર્યવાહી કરવા માગ થઇ છે.