તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા ભુરાવાવ બ્રિજ નીચે ટ્રેન નીચે પડતું મૂકી આધેડનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા ભુરાવાવ બ્રિજ નીચે આવેલ રેલવે ટ્રેક ઉપર ટ્રેનનીચે પડતુ મુકી અગમ્યકારણોસર શહેરાના ખોજલવાસા ગામના આધેડે આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં રેલ સત્તાવાળા સહિ‌ત લોકટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે મંગળવારની બપોરે બનેલ બનાવ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિ‌તી અનુસાર, ગોધરા બોમ્બે દિલ્હી રેલવે ટ્રેક ઉપર તા.૨ જુલાઇ મંગળવારના રોજ બપોરના સમયે અહીંથી પસાર થતી ટ્રેન નીચે પડતુ મુકી એક આધેડે આત્મ હત્યા કરી લીધી હતી. આ જોતા નજીકના વિસ્તારના કેટલાક રહીશો અહીં દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર આધેડના કપડામાંથી ચૂંટણીકાર્ડ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા વિમા યોજનાનું કાર્ડ કેટલીક રોકડ તથા દવાઓ મળી આવી હતી. આ સાથે તેઓ શહેરા તાલુકાના ખોજલવાસા ગામના બારીયા ફળિયા રહેતા વણઝારા મોતીભાઇ સોમાભાઇ હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે તેઓના મૃતદેહને હટાવી મૃતકના પરિવારને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તદઉપરાંત પુલની નીચેથી બીનવારસી હાલતમાં થેલી, છત્રી, સ્લીપર મળી આવ્યા હતા.