• Gujarati News
  • Limkheda Counties Campaigns To Eradicate Malnutrition Children

લીમખેડા તાલુકામાં બાળકોમાંથી કુપોષણ દૂર કરવા ઝુંબેશ શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની બેઠક બોલાવી મૂલ્યાંકન હાથ ધર્યુ

લીમખેડા તાલુકામાં છ માસથી ત્રણ વર્ષ સુધીનાં બાળકોમાંથી કુપોષણ દૂર કરવા માટે લીમખેડા પ્રાંત અધિકારી કેતન નાયકે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની બેઠક બોલાવી મૂલ્યાંકન હાથ ધર્યુ હતું. જેમાં સરકાર દ્વારા નિર્ધારીત થયેલ કાર્યક્રમની વિસ્તૃત માહિ‌તી પૂરી પાડવામાં આવી હતી.

આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોની બેઠકમાં લીમખેડા પ્રાંત અધિકારીએ બાળકોમાંથી કુપોષણ દૂર કરવા માટે જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધીનાં તમામ બાળકોનું દર મહિ‌ને નિયમીત વજન થવું જોઇએ. સરકારનાં મેનું પ્રમાણે કાર્યકર તેડાગર બહેનોએ નાસ્તો બનાવી પોતે ચાખ્યા બાદ સમયસર નાસ્તો બાળકોને આપવો, નબળા બાળકોની માતાને દર પખવાડીયે આંગણવાડીમાં બોલાવી પરામર્શ કરવું, પ્રિમિક્ષ પેકેટો સાચા લાભાર્થી સુધી પહોંચાડવા, આંગણવાડી કેન્દ્રની નિયમીત સફાઇ તથા બાળકોને સ્વચ્છ રાખવા, સહિ‌તનાં અનેક મુદ્દાઓની વિસ્તૃત માહિ‌તી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓ સાથે આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોને વધારાની કામગીરી સુપ્રત કરવામાં આવી હતી.