રવિવારની મોડી સાંજે ગોધરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે ફુંકાયેલા પવનો સાથે ગોધરા શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે ધારબંધ વરસી રહેલા વરસાદથી શહેરીજનોએ વર્ષાતુની જમાવટ માણી હતી.

વહેલી સવારથી બફારાવાળા વાતાવરણમાં શેકાતા શહેરીજનો મોડી સાંજે હળવાફુલ થઇ ગયા હતા. વાતાવરણમાં પલટો આવતા વેગીલો પવનો ફૂંકાતા વરસાદી એંધાણ રચાયા હતા. જોરદાર વીજળીક પવનો ફૂંકાયા બાદ એકાએક વીજળીના પવન સાથે એક ધાર્યો વરસેલા વરસાદથી રાજમાર્ગો પર પાણી નીકળી આવ્યા હતા. જ્યારે ગોધરા શહેરના રસ્તાની બાજુઓ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના મીનીતળાવો રચાયા હતા. તબક્કાવાર વીજળીના ચમકારા અને વાહનોના ગડગડાટ સાથે શહેરીજનોએ વરસાદની મજા માણી હતી. સતત એક કલાકથી વધુ સમય વરસેલા વરસાદથી સૌએ હાશકારો માણ્યો હતો.