બોરિયામાં કૃષિ મહોત્સવમાં ૩૦૦થી વધુ ખેડૂતોને કિટ્સનું વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોરિયામાં કૃષિ મહોત્સવમાં ૩૦૦થી વધુ ખેડૂતોને કિટ્સનું વિતરણ કરાયું
- કૃષિ તજજ્ઞો દ્વારા ગામેગામ પાક ઉત્પાદન જમીન સંરક્ષણની ટિપ્સ આપવામાં આવી
- લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું

ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામે આવેલ પિન્ટુલાલા વિદ્યામંદિર બોરિયા ઉચ્ચતર માધ્યમિક શાળા અને સ્વ. વિક્રમસિંહજી પ્રાથમિક શાળાના મેદાનમાં કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. સ્થાનિક આગેવાન હરીભાઇ તડવી, વિપક્ષ નેતા દિનેશ તડવી, પી.કે. તડવી, ખેતીવાડી અધિકારી ચિરાગ પટેલ, બાગાયત અધિકારી સરપંચ ભગવતીબેન તડવી સહિ‌ત તલાટીઓ, ગ્રામસેવકો વિગેરે સાથે મોટી સંખ્યામાં લાભાર્થી‍ઓ હાજર રહ્યાં હતાં.
આ વિસ્તારનાં નવ જેટલા ગામોમાં ૩૧પ જેટલાં લાભાર્થી‍ઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ તજજ્ઞો દ્વારા ગામેગામ પાક ઉત્પાદન જમીન સંરક્ષણની ટીપ્સ આપવામાં આવી હતી.

ખેડૂતોને બિયારણ કિટ્સ મોડી મળે છે
ખેતીવાડી શાખા દ્વારા કીટ્સ બિયારણ અપાય છે. જે નિયત સમય કરતા મોડું મળે છે. જ્યારે મળે છે ત્યારે રાહ જોઇને થાકેલા ખેડૂતોએ વાવણી કરી દીધી હોય છે. જેથી બિયારણ સમયસર મળે અને કેનાલોમાં પાણી પણ આપવાનો વાયદો કર્યા છતાં હજુ સુધી કોઇ પણ પાણીની જોગવાઇ નથી જે બાબતે પણ વિરોધ કર્યો હતો.
દીનેશ તડવી,નેતા વિપક્ષ, નર્મદા,જિ.પં.