દાહોદ-ગોધરા: કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ઠેરઠેર મટકીફોડના કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દાહોદમાં દેસાઇવાડ સ્થીત ચોકમાં મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો)
- પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ : ઠેરઠેર મટકીફોડના કાર્યક્રમ
- વિવિધ કષ્ણ મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું
- નંદ મહોત્સવ પ્રસંગે કાનાને પારણામાં ઝુલાવાયા
ગોધરા, દાહોદ: પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં કષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના ૧૨ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના જયનાદથી કષ્ણ મંદિરો હર્ષોઉલ્લાસથી ગૂંજી ઉઠયા હતા. ઉપરાંત બીજા દિવસે નંદ મહોત્સવ પ્રસંગે શ્રીપ્રભુજીને પારણામાં ઝુલાવાયા હતા. દાહોદ સહિ‌ત જિલ્લામાં પણ વિવિધ સ્થળે મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. તો શહેરમાં ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

શ્રાવણ વદ આઠમ તરીકે ઓળખાતા જન્માષ્ટમી પર્વની ભક્તોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ ઉપરાંત મહિ‌સાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર સહિ‌ત ગ્રામ્ય વિસ્તારોના રામ મંદિર સહિ‌ત અનેક ધાર્મિ‌ક સ્થાનોએ જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાઇ હતી. રાત્રીના બરોબર ૧૨ના ટકોરે મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. ગોધરાના ગોકુળનાથજી મંદિર, મહાપ્રભુજીની બેઠક, ગુંસાઇજીની બેઠક, વિવિધ શિવાલય, સ્વામિનારાયણ મંદિર તથા કષ્ણ મંદિરમાં વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમનું આયોજન થયું હતું.
મટકી ફોડનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર

જિલ્લાના કષ્ણ મંદિર સહિ‌ત અન્ય મંદિર તથા સોસાયટી વિસ્તારોમાં ગોવિંદા ટોળકી સજ ધજ થઇ ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય દહીંહાંડી મટકી ફોડનો કાર્યક્રમ યોજયો હતો. ખાસ કરીને ગોધરા શહેર તથા જિલ્લામાં કેટલાક સ્થળ ઉપર યોજાયેલ મટકી ફોડનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કૃષ્ણ જન્મને લઇને અન્ય ધાર્મિ‌ક કાર્યક્રમો પણ ઠેરઠેર યોજાયા હતા.
આગળ વાંચો મેળામાં માનવમહેરામણ ઉમટી પડયું