તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Jabalpur Somnath AC Coach Train With A Woman Who Molestation Jhadapayo

જબલપુર સોમનાથ ટ્રેનના એસી કોચમાં મહિ‌લા સાથે છેડતી કરનાર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રતલામથી ટ્રેન ઉપડયા બાદ વડોદરાનાનયુવાને મહિ‌લાની છેડતી કરી હતી
- ગોધરા રેલવે પોલીસે ફરિયાદ નોંધી, ધરપકડ કરી રતલામ પોલીસને સોંપી દીધો


જબલપુરથી સોમનાથ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતા વડોદરાની એક કંપનીમાં ફરજ બજાવતા યુવાને ચાલુ ટ્રેનમાં અમદાવાદ જતી મહિ‌લા સાથે છેડતી કરતા ચકચાર મચી ગઇ હતી. ગઈ મધરાતના સમયે બનેલા આ બનાવથી ગભરાઇ ગયેલી મહિ‌લાએ ગોધરા ઉતર્યા બાદ રેલવે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ગોધરા પોલીસે ફરિયાદ નોંધી રતલામ પોલીસ મથકે ટ્રાન્સફર કરી યુવાનની ધરપકડ કરી રતલામ રેલવે પોલીસને સોંપી દીધો હતો.

જબલપુરથી સોમનાથ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં સુનીલ નારણદાસ પટેલ (ઉં.વ.૨૮) મુસાફરી કરતો હતો. તે ભોપાલથી બેસીને વડોદરા જતો હતો. આ દરમિયાન ગતરાત્રીના સમયે ટ્રેન રતલામ સ્ટેશન ઉપરથી ઉપડયા બાદ આ યુવાને ચાલુ ટ્રેનમાં અમદાવાદની મહિ‌લાની છેડતી કરી હતી. જેનો તે યુવતીએ પ્રતીકાર કરતાં યુવાન પોતાની જગ્યાએ બેસી ગયો હતો.

બીજી તરફ ટ્રેન દાહોદ બાદ ગોધરા રેલવે મથકે પહોંચી હતી. જ્યાં યુવતીએ રેલવે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેના આધારે પીએસઆઇ સહિ‌ત સ્ટાફના માણસોએ તાત્કાલીક છેડતી કરનાર યુવાનને ઝડપી પાડયો હતો. અને બન્નેની પ્રાથમિક પુછતાછ આરંભી હતી. ઉપરાંત ગોધરા રેલવે પોલીસે અમદાવાદ જતી આ મહિ‌લાની ફરિયાદના આધારે છેડતી કરનાર વડોદરાના યુવાન સુનીલકુમાર પટેલ સામે જીરો નંબરથી ગુનો નોંધ્યો હતો. અને યુવાનને પોલીસ જાપ્તા હેઠળ રતલામ રેલવે પોલીસને સોંપ્યો હતો. નોંધનીય છેકે, પોલીસની પ્રાથમિક પુછતાછમાં યુવાન વડોદરાની કોઈ કંપનીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યુ હતું.

ગોધરામાં જીરો નંબરથી ફરિયાદ નોંધી છે

રતલામ રેલવે સ્ટેશનથી રાત્રીના ૧.૪પ વાગ્યા બાદ જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતા યુવાન દ્વારા મહિ‌લા સાથે છેડતી કરી હતી. જે અંગેની ફરિયાદ મહિ‌લાએ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે જીરો નંબરથી નોંધી રતલામ ટ્રાન્સફર કરવામાં આવી છે. - રેલવે પીએસઆઇ વી.સી.સોલંકી

રેલવેના મુસાફરોની સુરક્ષા ઉપર પ્રશ્નાર્થ મુકાયો

ચાલુ એસી કોચમાં બનેલા છેડતીના બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. તેમજ તાજેતરમાં પણ એક યુવાન દ્વારા ચાલુ ટ્રેનમાં બાળકી સાથે છેડછાડ કરી હોવાનો બનાવ ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયો છે. આમ અવાર નવાર બનતા આવા બનાવને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા ઉપર પ્રશ્નાર્થ મુકાયો છે.