આઇ કિસાન પોર્ટલ યોજનાની મુદત વધારવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આઇ કિસાન પોર્ટલ યોજનાની મુદત વધારવા માગ
- પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 10840 લાભાર્થીઓ અરજી રજૂ કરી શક્યા નથી
- ખેડૂતોમાં ચિંતા વ્યાપતાં ખેતીવાડી તથા બાગાયત વિભાગમાં અરજીઓ જમા કરાવવા માટે દોડધામ
ગોધરા : ચાલુ વષેઁથી અમલમાં આવેલી આઇ કિસાન પોર્ટલના અંતર્ગત પંચમહાલ અને મહિસાગર જીલ્લાના બાકી 10840 ખેડૂતો આજે અંતિમ દિને અરજી સાથેના પુરાવા નજીકની તાલુકા પંચાયતની ખેતીવાડી તથા બાગાયત વિભાગમાં રજૂ નહી કરતાં લાભગુમાવે તેવી દહેશત વ્યાપી છે. જેના કારણે સરકાર દ્વારા મુદત લંબાવામાં આવે તો જરુરી યોજનાકીય સહાય મેળવીને ખેતીમાં ઉપયોગી બનાવી શકે.કૃષિપ્રધાન પંચમહાલના અસંખ્ય ખેડૂતો દ્વારા પકવતાં પાકોને મદદરુપ થવા સાધનસહાય આપે છે.

આ યોજનાઓના ઓછા લક્ષ્યાંક સામે જરુરિયાતમંદોની માંગણી વધુ આવતાં ક્યારેક લાગવશાહી કે સાચા લાભાર્થીઓ વંચિત રહે છે. ત્યારે એપ્રિલથી નવી કોમ્પ્યુટરાઇઝ પધ્ધતિ અપનાવી છે. ગત તા.20 સપ્ટેમ્બર સુધીની અંતિમ મૂદતે પંચમહાલમાં 16035 અને અને મહિસાગર જીલ્લામાં 22617 એમ કુલ 38652 લાભાર્થીઓ અરજી નોંધાવી હતી. પરંતુ નિયમોનુસાર અરજીની નકલ તથા અન્ય પુરાવા સાથેની નકલ ખેતીવાડી તથા બાગાયત ખાતાની કચેરીમાં જમા કરવવાની હોય છે.

તે મુજબ અત્યાર સુધીમાં 27812 ભૈતિક અરજીઓ તંત્રમાં જમા કરાવી છે. તેમ છતાં ચાલુ વષેઁ ખેતીવાડી અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરેલ હોય અરજી તથા સાધનિક કાગળોની નકલ કચેરીમાં આપેલી નથી. તેવા બાકી અરજદારો પાસેથી અભિયાનરુપ મેળવવા છતાં 10840 ખેડુતોએ તા. 17મી ઓક્ટોબર બપોરના 3 કલાક સુધીમાં તાત્કાલિક સંબંધિત નજીકની તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા તથા આ વિભાગના લાભાર્થીઓએ બાગાયત ખાતાની કચેરીમાં પહોંચાડવાની થાય છે.

પરંતુ આજે અરજીના પુરાવાની નકલ નહી જમા કરાવતા મોટી સંખ્યામાં તેઓ લાભપાત્રમાંથી આપોઆપ રદપાત્ર થવાની દહેશત સેવાઇ રહી છે. આથી મુદત લંબાવામાં આવે તેવી વંચિત ખેડૂતોમાં માંગ ઉઠી છે.
કોમ્પ્યુટરાઇઝ અરજીને જ માન્ય રાખવી
ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટની કનેક્ટીવીટીના ધાંધિયા, ખેડૂતમિત્રની અનઉપસ્થિતી જેવી અનેક મુશ્કેલી બાદ અંગુઠા સહિત કોમ્પ્યુટરાઇઝ અરજી નોંધાવી છે. આ મુશ્કેલીના કારણે ઘણાને મુશ્કેલી થઈ છે. ત્યારે તેને માન્ય રાખવુ જોઇએ કારણ કે તમામ દરસ્તાવેજ તંત્ર પાસે મોજૂદ છે. વળી ખરેખરલાભથી વંચિત ન રહે તે માટે મુદત લંબાવીને પણ અરજી માન્ય રાખવી જોઇએ.
- ગોપાલભાઇ પટેલ, ખેડૂત

મુદત લંબાવ અંગે સરકાર નિર્ણય કરશે
ઓનલાઇન નોંધણી બાદ અરજી સાથે જરુરી પુરાવા જલ્દી જમા કરાવે તે માટે ફાર્મર ફ્રેન્ડ, ગ્રામસેવકો,બ્લોક એટીએમ દ્વારા અપીલ કરાઇ છે. તેમ છતાં 10 હજાર લાભાર્થીઓ બાકી છે. છેલ્લી સૂચના પ્રમાણે તા.17મી બપોર સુધી જમા કરાવવાની અંતિમ મુદત હતી. પરંતુ મુદત લંબાવવી કે અરજી રદ જેવા પ્રશ્ન સરકારનો હોવાથી કંઇ કહેવાનો તેઓએ ઇન્કાર કર્યો હતો. - - એચ.ડી.વાદી, જીલ્લા ખેતીવાડી અધિકારી

કેટલી અરજી થઈ?
તાલુકા ઓનલાઇન જમા અરજી
લુણાવાડા 4527 3748
ખાનપુર 3231 2600
સંતરામપુર 8207 5900
કડાણા 5107 3098
બાલાશિનોર 0864 0488
વીરપુર 0681 0650
ગોધરા 2241 2063
મોરવા 3975 2472
હાલોલ 1472 0930
કાલોલ 0760 0642
ઘોઘંબા 4689 3206
જાબુઘોડા 0463 0370
શહેરા 2435 1645