સંતરામપુરના સુકી નદીના પુલ પરથી હીટાચી મશીન ખાબકયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં નીચે ખાબકેલુ મશીન જોઇ શકાય છે)
- સંતરામપુરના સુકી નદીના પુલ પરથી હીટાચી મશની ખાબકયુ
- સદ્દનસીબે ચાલક તથા કંડકટરનો આબાદ બચાવ થયો
સંતરામપુર : સંતરામપુર સ્થિત સુકીનદીના પુલને તોડીને નવીન પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. નગરના સો વર્ષ જુના રજવાડા સમયનો પુલ તોડતા તોતીંગ હીટાચી મશીન અકસ્માતે ચાલક અને કંડકટર સાથે નદીમાં ખાબકયુ હતુ. સદનસીબેન કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ હીટાચી મશીન પાણીમાં ગરકાવ થઇ ગયુ હતુ. સંતરામપુર નગર અને દાહોદ, ઝાલોદ, ફતેપુરા અને રાજસ્થાન, એમપી સાથે જોડતો સંતરામુપર સુકીનદીના પુલને તોડવાની કામગીરી આરંભવામાં આવી હતી.
દરમ્યાન ગત તા.26 નવેમ્બર બુધવારે બપોરે અકસ્માતે હીટાચી મશીન એકાએક નદીમાં ખાબકયુ હતુ. જેના કારણે ચાલક અને કંડકટરે નદીમાં કુદી પડતા તેઓનો આબાદ બચાવ થયો હતો.નોંધનિય છેકે, સંતરામપુરનો સો વર્ષ જુનો રાજા રજવાડા સમયનો પુલને નવીન બનાવાવની કામગીરી હાથ ધરાઇ છે. આ પુલના ટ્રાફિકને ભારેવાહનોને નવીન બાયપાસ રોડ પર વાળવામાં આવ્યો છે. પરંતુ તંત્ર દ્વારા તે માટે જાહેર સુચનો ન મુકાતા ભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
નગરના સો વર્ષ જુના રજવાડા સમયનો પુલ તોડતા તોતીંગ હીટાચી મશીન અકસ્માતે ચાલક અને કંડકટર સાથે નદીમાં ખાબકયુ હતુ. જોકે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ હીટાચી ગરકાવ થતા લોકો ઉમટી પડયા હતાં.