તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંગલા આઉટ પોસ્ટમાં જ ભેંસોનો તબેલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ આઉટપોસ્ટના મકાનમાં પાંચ વર્ષ ઉપરાંતથી સ્થાનિક પરિવાર રહે છે : બોર્ડ માત્ર નામનું

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ મથકમાં સમાવષ્ટિ હિંગલા આઉટ પોસ્ટ માત્ર શોભાના ગાઠીયા સમાન બની ગયું છે. આ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક પરીવાર રહે છે અને તેમાં ભેસોનો તબેલો ચાલે છે.

ફતેપુરાના સુખસરમાં પોલીસ મથક આવેલુ છે. જેમાં ૪પ ગામો હોવાથી હિંગલા અને નિંદકાપૂર્વ એમ બે આઉટ પોસ્ટમાં વિભાજન કરાયું છે. જેમાં હિંગલા આઉટ પોસ્ટમાં ૧૭ ગામોનો સમાવેશ કરાયો છે. હિંગલા, મારગાળા, કુંડલા, લખણપુર, સાગડાપાડા, જવેશી વિગેરેનો સમાવેશ થાય છે. આ આઉટ પોસ્ટમાં એક એસ.એસ.આઇ. અને એક. પો.કો.ની પણ ફાળવણી કરવામાં આવી છે. આ આઉટ પોસ્ટનું મકાન પણ ફાળવવામાં આવેલુ છે અને આઉટ પોસ્ટનું ર્બોડ પણ મારવામાં આવેલુ છે. પરંતુ આ આઉટ પોસ્ટ માત્ર શોભા સમાન ભાસી રહ્યુ છે. કારણ કે આ મકાનમાં પાંચ વર્ષ ઉપરાંતથી એક સ્થાનિક પરીવાર ત્યાં રહે છે અને મકાન આગળ ભેસોનો તબેલો પણ રાખ્યો છે. આ મકાનમાં પોલીસ કે વાયરલેસ ઓપરેટર કોઇ જ રહેતુ નથી. માત્ર શોભા રૂપ જ ર્બોડ લગાવ્યાનું જણાઇ રહ્યુ છે. આ વિસ્તારના લોકોને મારામારી, ચોરી, લુટાફાડ જેવા બનાવ બને ત્યારે સુખસર સુધી જવુ પડે છે.

નવા આઉટ પોસ્ટ માટે જગ્યાની ફાળવણી

નવુ આઉટ પોસ્ટ બનાવવા માટે જગ્યા ફાળવી દેવાઇ છે પરંતુ કામ ચાલુ કરાતુ નથી. પાંચ વર્ષથી પંચાયતનુ મકાન આવેલુ છે પરંતુ કોઇ આવતુ જ નથી. બધો વહીવટી સુખસર પોલીસ મથકથી કરવામાં આવે છે. - કાળુભાઇ કટારા, સરપંચના પતિ હિંગલા

સુખસરમાં ઓરમાયું વર્તન

હિંગલા અને નિંદકાપૂર્વમાં નવા આઉટ પોસ્ટના બાંધકામ માટે જગ્યાઓ ફાળવી દેવાઇ છે પરંતુ ઉપલી કચેરીએથી બાંધકામ માટે મંજુરી ન મળી હોવાનું લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા ડી.બી. વાઘેલાએ અગાઉ જણાવ્યું હતું. રાજય કક્ષાના અધિકારીઓ સુખસર વિસ્તાર પ્રત્યે ઓરમાર્યુ વર્તન રાખી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.