મુનખોસલામાંથી પસાર થતા હાઇવેનું કામ શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુનખોસલામાંથી પસાર થતા હાઇવેનું કામ શરૂ
- હાલાકીનો અંત : છેલ્લા બે વર્ષથી રસ્તો કોંકરેટવાળો બની જતાં લોકોને ભારે અગવડ પડી રહી હતી
- ગ્રામજનોની અનેક રજૂઆત બાદ રસ્તો બનતાં રાહત થશે


ઝાલોદ તાલુકાના ૨૦ ગામોને જોડતો મુનખોસલા ગામમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે છેલ્લા કેટલાય સમયથી બિસમાર અવસ્થામાં જોવા મળતો હતો. સમયસર તંત્ર દ્વારા રસ્તો ન બનાવતા બે વર્ષથી રસ્તો કાકરેટ વાળો બની ગયો હતો. રોડની કામગીરી શરૂ કરાતા આગામી ચોમાસામાં વાહન ચાલકોને રાહત થશે.
ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામમાંથી પસાર થતો સ્ટેટ હાઇવેનો રસ્તો તંત્રની ઢીલી નીતિના લીધે બિસમાર બનતો રહ્યો હતો. ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં તંત્રે તસ્દી લીધી ન હતી. રસ્તાના કારણે વાહનો અને લોકોને ઇજાઓ થવા પામી હતી. સ્ટેટ હાઇવે હોવાથી ચોમાસાના સમય દરમિયાન રસ્તા પરથી પસાર થથી વેળાએ અનેક મોટા વાહનો ફસાયા હતા તેમજ ટ્રાફીકની સમસ્યાઓ પણ ઉભી થઇ હતી. જે ફરી આ ચોમાસા દરમિયાન પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ સ્ટેટ હાઇવે બનાવવાની કામગીરી શરૂ કરાતા મોટા વાહન ચાલકોને ચોમાસાના સમય દરમિયાન રાહત થશે તેમ જોવા મળ્યું હતું.
આગળ વાંચો, અનેક રજુઆતો બાદ તંત્રનાં કાને વાત પહોંચી.....