તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Heavy Rain In Panchamahal Dahod, 9 Inch Just 24 Hour

પંચમહાલ-દાહોદમાં મેઘો ઓળઘોળ, 24 કલાકમાં 9 ઇંચ પડતા જળબંબોળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક પખવાડિયા બાદ વરસાદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી
- હડફ ડેમમાં પાણી છોડાતા કાંઠાના પાંચ ગામોને સાબદા કરાયા
- ઠેરઠેર નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી


એક પખવાડિયા બાદ પંચમહાલ જિલ્લામાં ગત બુધવારની સાંજથી ગુરૂવાર સુધી સતત સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ૨૪ કલાકમાં મોરવા(હ) તાલુકામાં ૯ ઇંચ વરસાદ ખાબકતા જનજીવનને અસર પડી હતી. જ્યારે હડફ ડેમમાં પાણી છોડાતા કાંઠાના પાંચ ગામોને સાબદા કરાયા હતા.ઠેરઠેર નવા નિરની આવક થતા કડાણા ડેમમાંથી અંદાજીત પ૦ હજાર ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યુ છે.

છેલ્લા એક પખવાડિયાથી વર્ષારાણીએ રીસામણા લેતા પંચમહાલ વાસીઓના ચહેરા ઉપર ચિંતાની લાગણી છવાઇ હતી. અગાઉ ઘોઘંબા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારોમાં વરસાદના અભાવે જનજીવનને વ્યાપક અસર પહોંચવાની સાથે વાવેતર કરનાર ખેડૂતોના વાવેતર બિયારણ નિષ્ફળ જવાની ભિતિ સાથે ખરીફ ઋતુનું વાવેતર માટે બિયારણની ખરીદી અંગે અવઢવમાં મૂકાયા હતા. વરસાદના અભાવે મોંઘા ભાવના બિયારણ ખરીદવાનું ટાળતા ઋતુ વિલંબમાં પહોંચવાની શક્યતાઓ વચ્ચે આકાશ તરફ મીટ મંડાઇ હતી.

આગળ જુઓ વરસાદની તસવીરો અને વધુ વિગતો