તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Halfway Through The Meal Administrator Recruitment Scam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડામાં મધ્યા ભોજન સંચાલકની ભરતીમાં કૌભાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગેરરીતિ આચરાઇ હોવાનું જણાતાં પ્રાંત અધિકારીએ નિમણૂકના હુકમો સ્થગિત કર્યા
-મધ્યા યોજનામાં સંચાલકોની ૨૨ જગ્યાઓની ભરતી કરી નિમણૂકપત્રો જાહેર કર્યા હતા

લીમખેડા મામલતદાર કચેરી દ્વારા મધ્યા ભોજન યોજનામાં સંચાલકોની રર જગ્યાઓની ભરતી કરી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ નિમણૂક પત્રો જાહેર કર્યા હતા. આ ભરતીમાં ગેરરીતિ આચરાઇ હોવાની વાંધા અરજીઓ જિલ્લા કલેકટરને ફરિયાદરૂપે રજૂ થઇ હતી. કલેકટરની સૂચના મુજબ લીમખેડા પ્રાંત અધિકારીએ ભરતી પ્રકરણની તપાસ હાથ ધરતાં મોટાપાયે ગેરરીતિ અને ક્ષતિ જણાઇ આવી હતી. જેના આધારે લીમખેડા પ્રાંત અધિકારીએ સંચાલકોની નિમણૂકના તમામ હુકમો સ્થગિત કરતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

ગુજરાત સરકારના મધ્યા ભોજન યોજના કમિશનરના પરિપત્ર મુજબ લીમખેડા તાલુકામાં સંચાલકોની ૨૩ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા. પ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સંચાલકોની ભરતી માટે સ્થાનિક ગ્રામ પંચાયતોનાં નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધિ થતાં લીમખેડા તાલુકાની ૨૩ મ.ભો.યો.ના સંચાલકોની ખાલી જગ્યા માટે ૧૩૭ ઉમેદવારોએ પોતાની અરજી લાયકાતના પ્રમાણપત્રો સાથે લીમખેડા મામલતદાર કચેરીમાં મોકલી હતી. મામલતદારે લાયકાત અંગેની ચકાસણી હાથ ધરાવી તમામ અરજદાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

વધુ વાંચો