• Gujarati News
  • Godharakandano Leader Accused Of Copper Theft Jhadapayelo

કોપરની ચોરીમાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર ગોધરાકાંડનો આરોપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીનાં આધારે કરજણ ટોલ પ્લાઝા પાસે મળેલી સફળતા
- કોપર વાયરો ભરેલી ટ્રકની તપાસ કરતાં ૯ જણાની ૯.૮પ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
- ગેંગની ધરપકડ કરી લોકઅપમાં ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીનાં આધારે પોલીસ રાત્રે કરજણ ટોલપ્લાઝા પાસે વોંચમાં હતાં. ત્યારે એક ટ્રક ભરૂચથી વડોદરા તરફ જતી ટ્રકે થોભાવીને તપાસ કરતાં ટ્રકના પાછળના ભાગે કોપર વાયરો ભરેલા હતાં. જ્યારે ટ્રકમાં નવ ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. જો તે તેમની પૂછપરછમાં તેઓએ કોઇ સંતોષ કારક જવાબ નહી આપતાં કોપરચોર ગેંગને પોલીસે કોપરના વાયરો વાયર કાપવાના સાધનો તથા રોકડા રૂપિયા તથા ટ્રક આમ કુલ મળીને ૯,૮પ,૯૩૦ના મુદ્દામાલ સાથે ગોધરા-પંચમહાલની ગેંગને ઝડપી પાડી હતી. જ્યારે આ ગેંગનો મુખ્ય સુત્રધાર અને ગોધરાના આરોપી ઉસ્માનગની કોફીવાલાની પણ પોલીસે ધરપકડ કરી કરજણ પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં ધકેલી દિધા છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા એલ.સી.બી.પોલીસ કરજણ તાલુકાનાં ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પર વોચમાં હતાં. ત્યારે ભરૂચથી વડોદરા આવતી ટ્રકને રોકીને તેમાં તલાસી લેતાં ટ્રકના પાછળનાં ભાગે કોપર વાયરનાં બંડલ જોવ્થ મળ્યા હતા.

પોલીસે ટ્રકમાં સવાર નવ ઇસમોની પુછપરછ કરતાં તેમને કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો.જેથી પોલીસને આ બધા કોપરચોરી કરતી ગેંગનાં સભ્યો હોવાની જાણ થતાં તમામ નવ સભ્યોની ધરપકડ કરી હતી. જ્યારે આ ગેંગનો મુખ્ય સુત્રધાર ગોધરા કાંડનો આરોપી અને ૮ વર્ષ સાબરમતી જેલમાં સજા ભોગવીને છુટેલો ઇસ્માનગની મહંમદ કોફીવાલા રહે.મહમંદ મોહલ્લો ગોધરાની પણ ધરપકડ કરી છે. જ્યારે દાહોદ પંચમહાલ જિલ્લાનાં અન્ય ૮ કોપર ચોરો જેમાં જિગ્નેશ પ્રવીણ રાઠોડ- રહે શહેરા, ઇશ્વર રમણ નાયક- રહે સાગારામ દેવગઢ બારિયા, પ્રતાપ મંગા ડામોર-રહે ઘોઘંબા, પોપટ છત્રા નાયક-રહે ઘોઘંબા, ગોરધન રામસિંગ કોળી પટેલ- રહે સાગારામ, દેવગઢ બારિયા, દિનેશ ભલા નાયક-રહે કરોલી, બદરા ભીમા રાઠવા-રહે ધાણસરણ ગોધરા, રમણ રમણ નાયક-મલવાણ તા.કાલોલની પોલીસે ૨૧૦૦ કિલો કોપર વાયરો કિંમત ૨પ૨૦૦૦, મોબાઇલ નંગ ૭ કિંમત ૩,પ૦૦ તથા રોકડા ૨૯,૧૧૦ તેમજ ટ્રક કિંમત રૂા.પ લાખ. આમ પોલીસે કુલ ૯,૮પ,૯૩૦ના મુદ્દામાલ સાથે કોપર ચોરી કરતી ગેંગની ધરપકડ કરી લોકઅપમાં ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આગળની તપાસ કરજણ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. સગર કરી રહ્યા છે.