તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નૂતનવર્ષની સવારે જ શહેરામાં અનાજના ગોડાઉનમાં આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અંદાજિત રૂા.૩ લાખનું નુકસાન થયાની શક્યતા, કોઇ જાનહાની નહીં
-ઘટના સ્થળે આગના બંબા મોડા પડતાં વધારે નુકસાન થયું

નવા વર્ષની સવારમાં શહેરામાં શ્રીમતી એસ.જે.દવે હાઇસ્કૂલ સામે આવેલા એક અનાજના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. ગોધરા તેમજ લુણાવાડાના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઇ આગ કાબુમાં લીધી હતી. દરમિયાન વેપારીને હજારોનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. શહેરામાં પ્રતિષ્ઠિ‌ત વેપારીનું અનાજનું જથ્થાબંધ લે વેચનું ગોડાઉન આવેલું છે. જેમાં વિવિધ પ્રકારના અનાજનો જથ્થો રાખવામાં આવે છે. દરમિયાન ગત સોમવારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં એમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

શરૂઆતમાં આગ બુઝાવવા માટે ઘરગથ્થુ ઉપાય કર્યો હતો પણ આગ કાબૂમાં આવી ન હતી. આથી ગોધરા તથા લુણાવાડાથી આગ બુઝાવવા બંબાઓ મંગાવાયા હતા. જે ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બે બંબા ખાલી થતાં ફરીથી ભરીને લાવ્યા બાદ ૩ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં અંદાજિત રૂા.૩ લાખ ઉપરાંતનું નુકસાન થઇ ચુક્યું હતુ. ભૂતકાળમાં પણ શહેરા તથા તાલુકામાં આગના બનાવો બન્યા છે અને ત્યારે પણ બંબાઓ ગોધરા-લુણાવાડાથી મંગાવવા પડતા હોય છે.