હાલોલના ધનકુવાના જંગલમાં અચાનક દવ લાગતાં ગભરાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલ તાલુકાના શિવરાજપુર પંથકમાં આવેલ ધનકુવાના જંગલમાં શુક્રવારે બપોર બાદ દવ લાગી હતી. જેથી પશુ પંખીઓમાં કલરવ અને ચિચિયારીઓ સાથે જંગલમાં ગભરાટનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.

હાલોલ તાલુકાના શિવરાજવપુર જંગલની હદમાં આવેલ ધનકુવાના ટેકરાવાળા જંગલમાં તા.૨પ એપ્રિલ શુક્રવારે બપોર બાદ એકાએક દવ લાગી ગયો હતો. પરિણામે જંગલના વૃક્ષો પર માળાઓ બાંધી ગરમીમાં રાહત મેળવવા માટે માળામાં લપાઇને બેસતા પંખીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. કલરવના અવાજો સાથે તેઓ દવ લાગેલા જંગલ વિસ્તારને છોડીને ભાગી ગયા હતા. એક તરફ આકાશમાંથી ગરમીનું આક્રમણ ચાલુ છે અને વધુમાં દવ લાગતા ગરમીનો પારો ધનકુવા વિસ્તારના જંગલમાં એકાએક વધી જતા ગભરાયેલા પંખીઓ ઉડાઉડ અને પશુઓમાં નાસભાગ મચી ગઇ હતી.