મલેકપુરની બેંકમાં લાગેલી આગમાં ૩ લાખનું નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીએસ, સ્ટેબીલાઇઝર, રાઉટર જેવા સાધનો બળીને ખાખ થઇ ગયા


લુણાવાડાના મલેકપુરના બજારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી. આગમાં ૩ લાખનું નુકસાન પહોંચ્યું હતું. લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી પર આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તા.૨૭ મેના રોજ રાત્રિના સમયે આગ લાગી હતી. જેમાં મશીનો બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારે બુધવારે સવારે ૧૦ કલાકે બેંક ખોલતાં જોયુ તો આખો રૂમ કાળો થઇ ગયો હતો.
આ અંગે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર એન.એ.પટેલે જણાવ્યું હતું કે યુપીએસ, બીલાઇઝર,રાઉટર જેવા સાધનો બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારે આ બનાવની જીઇબીને જાણ કરાઇ હતી. તેમજ બ્રાન્ચ રીજિયોનલ ગોધરામાં પણ જાણ કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચોપડા તેમજ કોમ્પ્યૂટર સહી સલામત હતા. ખાલી ત્રણ મશીનો બળીને ખાખ થઇ ગયા હતા. જેનાથી અંદાજે ત્રણ લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.