તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Fatepura Outstanding Reputation With A Colorful Festival

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરામાં રંગેચંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વિધિવત્ રીતે શિવ પરિવાર, હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપિત કરાઇ
-નાચગાન બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી : મંદિરને શણગારાયુ

ફતેપુરામાં અતિ પ્રાચીન અને ચમત્કારિક વર્ષો પુરાણું ભગવાન શંકરનું મંદિર આવેલ છે. ગ્રામજનો દ્વારા મંદિરનો ર્જીણોધાર કરી ભવ્ય બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો ઉમટી આવ્યા હતા.ફતેપુરાના બસ સ્ટેશન વિસ્તારમાં કામેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. ગ્રામજનો દ્વારા દાન આપી લાખો રૂપિયાના ખર્ચે ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવેલ છે. જેના ભાગરૂપે ચાર દિવસ સુધી ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ચાર દિવસ સુધી રાજસ્થાનના બ્રાહ્મણો દ્વારા હવન, હોમાયરૂદ્ર, અભિષેક, પાઠ યોજવામાં આવ્યા હતા.

પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શંકરનું શિવલિંગ, પાર્વતીજી, હનુમાનજી, ગણપતિ, ધ્વજા દંડા શિખરો સાથે નગરમાં ગંગાજળ યોજી નાચગાન બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યુવાધન દ્વારા શોભાયાત્રામાં ગરબાની રમઝટ જમાવાઇ હતી. શોભાયાત્રા નિમિત્તે ગ્રામજનોએ સ્વેચ્છાએ બંધ પાળી ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કામેશ્વર મંદિર પરિસરમાં હવન યોજી રંગેચંગે ભગવાન શંકરના શિવલિંગનો થાળ, પાર્વતીજીની પ્રતિમા, ગણપતિજી, હનુમાનજીની પ્રતિમા, મંદિરના શિખરો, ધ્વજાદંડો નાચગાન સાથે વાજતે ગાજતે મૂર્તિ‌ઓ સ્થાપિત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો