ગોધરામાં ઉપાધન તપના સમાપને ભવ્ય શોભાયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૪૭ દિવસની ઉગ્ર તપસ્યા બાદ ૧પ૨ આરાધકોને ને પારણાં કરાવ્યાં

છેલ્લા ૪૭ દિવસથી ગોધરામાં જૈન સમુદાય દ્રારા ઉજવાઇ રહેલા શ્ની ઉપાધનતપ અંતર્ગત ૧પ૨ જેટલા આરાધકો આરાધના કરી હતી.જેના પારણાને અનુલક્ષીને મંગળવારે માર્ગો ઉપર પ૩ બગીઓ,૧૦ ઉંટગાડી સહિ‌ત ૭૩ વાહનો સાથે નીકળેલ શોભાયાત્રામાં લોકો જોડાયા હતાં.ગોધરામાં જૈન સમુદાય દ્રારા ગત તા.૨૨મી જાન્યુઆરીએથી શરુ થઇને તા.૧૨ માર્ચ સુધી શ્ની ઉપાધનતપ ઉજવાઇ રહયો છે.૧પ૨ જેટલા આરાધકો ઘર છોડીને ૪૭ દિવસ સુધી મહારાજાઓની સાથે ઉપાશ્નયમાં રાત દિવસ રહીને ધર્મની આરાધના કરી રહ્યા હતા.ત્યારે મંગળવારે ૪૭ દિવસ સુધી સતત કરાયેલી તપસ્યા બાદ ઉપધાનતપની ઉગ્ર તપશ્યાના પારણા નિમિત્તે શોભાયાત્રાનુ આયોજન કરી સકલશ્નીસંઘની સાધર્મિ‌કભક્તિ રાખી હતી.

સવારે ૯ કલાકે મહાવીર જૈન સોસાયટીથી શ્ની વિજયશીલચંદ્રસૂરીશ્વરજી તથા શિષ્યવૃંદ સાથે નીકળેલી તપસ્વીઓની ભગવાનના રથ સહિ‌તની શોભાયાત્રા એલ.આઇ.સી માર્ગથઇ જૂની પોસ્ટ ઓફિસ નીચવાસ બજાર,પટેલવાડા પોલીસ ચોકી.નં ૨થઇને તળાવ થઇ પાંજરાપોળ થઇ પરત બપોરના ત્રણ કલાકે પરત જૈન સોસાયટી પહોચી હતી.આ દરમ્યાન ૧પ વર્ષથી નીચેની વયના ૪પથી વધુ બાળકો જોડાયા હતા. સૌથી આકર્ષણનુ કેન્દ્ર બનેલા ૧પ૨ જેટલા આરાધકો તપચર્યા કરી પોતાનુ જીવન સાર્થક કર્યુ હતુ.

ઇનદ્રધજા સાથે પ૩ બગીઓ,૧૦ ઉંટગાડી સહિ‌ત શણગારેલા કુલ ૭૩ વાહનો અલગ અલગ બેન્ડ બાઝા સાથે સાંસ્કૃતિક મંડળીઓની નીકળતાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા.દેરાસરમાંથી ધામધૂમપૂર્વક અને સંગીતની સૂરાવલીઓ વચ્ચે નગરના વિવિધ વિસ્તારોના માર્ગો ઉપર શોભાયાત્રા નીકળતા ધાર્મિ‌ક મહોલ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસે કયાયત કરી હતી. આજે બુધવારે તપસ્વીના માળારોપણ પ્રસંગ અત્યંત ધામધૂમપૂર્વક યોજાશે.