સુખસરમાં ચિક્કાર દારૂ પીને ખુલ્લેઆમ ફરતા બેની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-હોળીના તહેવારને લઇને બૂટલેગર લોબી સક્રિય થતાં પોલીસની કાર્યવાહી
-દારૂના વેચાણ પર પ્રતિબંધ માટે પોલીસ-કલેક્ટર દ્વારા સાથે બેઠક યોજાઇ

સુખસરમાં શનિવારના રોજ બે દારૂડિયાઓ ચિક્કાર દારૂ પીને ખુલ્લેઆમ ફરતા હોવાની જાણ પોલીસને થઇ હતી. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા.હોળીનો તહેવાર તથા ચૂંટણી આવી રહી હોવાથી બૂટલેગર લોબી સક્રિય થઇ હમણાંથી જ વિદેશી દારૂનો સ્ટોક કરવામાં પડી ગઇ છે. દારૂના વેચાણ પર પ્રતિબંધ માટે પોલીસ તથા કલેક્ટર દ્વારા આંતરરાજ્યના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. સુખસરમાં શનિવારના રોજ સવારના સમયે બે દારૂડિયાઓ ચિક્કાર દારૂ પીને ખુલ્લેઆમ ફરતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ બનાવથી લોકો ટોળા ઉમટી પડયા હતા.

-અમારા દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે
ચૂંટણી તથા હોળીના તહેવારને અનુલક્ષીને અમારા દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે. જે કોઇ માહિ‌તી મળે તો તાત્કાલિક તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બી.એમ.રાઠવા,પી.એસ.આઇ., સુખસર

-સ્ટાફ ઓછો હોવાથી હાલમાં ચેકપોસ્ટો ચાલુ કરી નથી
બોર્ડર પર કેટલી ચેકપોસ્ટો છે તેની માહિ‌તી ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવતાં તે મોકલી અપાઇ છે. પોલીસ સ્ટાફ ઓછો હોવાથી હાલમાં ચેકપોસ્ટો ચાલુ કરી નથી. કેટલી ચાલુ કરવી તે જિલ્લા કક્ષાએથી નક્કી કરાશે. એમ.એન.ત્રિવેદી,ડીવાયએસપી, ઝાલોદ