તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાયબ મામલતદારે સ્થળ પર ઊભા રહી ભોજન બનાવડાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટાબોરીદ્રા પ્રા.શાળામાં ૧૦ દિવસથી બાળકોને ભોજન મળતું ન હતું
- સંચાલક અને જમીન માલિક વચ્ચેના ઝઘડાનો નિકાલ ન આવતાં અન્યને ચાર્જ સોપાયો


ફતેપુરા તાલુકાની મોટા બોરીદા પ્રા.શાળામાં શાળા ચાલુ થયાને ૧૦ દિવસ બાદ બાળકોને મધ્યા બોજન મળતુ ન હતું. આ બાબતના સમાચાર પ્રસિધ્ધ થતા જ નાયબ મામલતદારે આવી સ્થળ પર ઉભા રહી ભોજન બનાવડાવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા પણ અટકાયતી પગલા લેવાયા હતા.

ફતેપુરા તાલુકાના મોટા બોરીદામાં આવેલી ૧ થી પ ધોરણની પ્રાથમિક શાળા શાળા શરૂ થયાના ૧૦ દિવસ સુધી પ૪ જેટલા બાળકોને મધ્યા ભોજન આપવામાં આવ્યું નહોતું. જમીન દાન આપનાર અને સંચાલક વચ્ચેની લડાઇમાં બાળકોને શાળામાં ભુખ્યા રહી અભ્યાસ કરવાનો વારો આવતો હતો. જેથી આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા મુલાકાત લઇ આ બાબતના સમાચાર પ્રસિધ્ધ કરાયા હતા. જેથી મધ્યા મામલતદાર દ્વારા તાત્કાલિક શાળાની મુલાકાત લેવાતા ચકચાર મચી હતી અને સ્થળ પર જ ઉભા રહી બાળકો માટે જમવાનું બનાવડાવવામાં આવ્યું હતું. તેમજ સંચાલક અને જમીન માલીક વચ્ચે કોઇ નિકાલ ન આવતા મધ્યાનો ચાર્જ નજીકની શાળાના સંચાલકને સોપવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા પણ અટકાયતી પગલાં લેવાયા હતા.

બાળકોને જમવાનુ મળી રહ્યુ છે.

તંત્રને રજુઆત કરવા છતાં બાળકોને જમવાનું મળતું ન હતું. ફતેપુરા મામલતદાર કચેરીએથી બે નાયબ મામલતદારોએ આવીને સ્થળ પર ઉભા રહી ભોજન બનાવડાવવામાં આવ્યું હતું. તેમજ મધ્યાનો ચાર્જ નજીકની ડામોર ફળીયાના સંચાલકને સોંપવામાં આવ્યો છે હાલ બાળકોને જમવાનું મળી રહ્યું છે. - રસીકભાઇ લબાના (આચાર્ય)